આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભારતીય મૂળના વિવેક રામાસ્વામી અને મસ્કનો ટ્રમ્પ કેબિનેટમાં સમાવેશ, સોંપી આ જવાબદારી

વોશિંગ્ટન, તા 13 નવેમ્બર, 2024: ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષે 20 જાન્યુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લેશે, પરંતુ આ પહેલા તેઓ તેમની ટીમ બનાવવામાં લાગ્યા છે. અનેક મોટા પદો પર નિમણુક બાદ તેમણે ટેસ્લાના એલૉન મસ્ક અને ભારતીય મૂળના વિવેક રામાસ્વામીને ખૂબ મોટી જવાબદારી સોંપી છે. મસ્ક અને વિવેક રામાસ્વામીને ડિપાર્ટમેંટ ઓફ ગવર્મેંટ એફિશિયંસી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.

ટ્રમ્પે લખ્યું કે, મને જણાવતાં ખુશી થાય છે કે ગ્રેટ મસ્ક અને અમેરિકન દેશભક્ત વિવેક રામાસ્વામી સાથે મળીને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેંટ એફિશિયંસીનું નેતૃત્વ કરશે. સેવ અમેરિકા મૂવમેંટ માટે આ ખૂબ જરૂરી છે. બંને સાથે મળીને મારી સરકારમાં બ્યૂરોક્રેસીને ક્લિન કરવાથી લઈને ખોટા ખર્ચમાં કાપ મૂકશે, ગેરકાયદે નિયમોને ખતમ કરવા અને એજન્સીઓના રિસ્ટ્રક્ચર પર કામ કરશે. જે અમાર સમયનો ધ મેનહટ્ટન પ્રોજેક્ટ બની શકે છે. રિપબ્લિકન નેતાઓ લાંબા સમયથી આ ઉદ્દેશને પૂરા કરવાનું સપનું જોઈ રહ્યા છે.

મસ્કે અમેકિન કેબિનેટમાં સામેલ થવા પર પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું, ડિપાર્ટમેંટ ઓફ ગવર્મેંટ એફિશિયંસી. આમ લખીને તેમણે સરકારી પૈસાનો બગાડ કરતાં લોકોને સીધો મેસેજ આપ્યો હતો. જ્યારે વિવેક રામાસ્વામીએ પ્રતિક્રિય આપતાં કહ્યું, મસ્ક આપમે તેને હળવાશથી નહીં લઈએ પરંતુ ગંભીરતાથી કામ કરીશું. રામાસ્વામીએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી દાવેદારી કરી હતી, પરંતુ બાદમાં પરત ખેંચી હતી.

એક દિવસ પહેલાં ટ્રમ્પે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે માઇક વૉલ્ટ્ઝની વરણી કરી હતી. આ જવાબદારી સંભાળ્યા બાદ તેમણે વિશ્વના અનેક સંઘર્ષોનો સામનો કરવો પડશે. જેમાં યુક્રેન-રશિયા યુદ્ધ તથા ઈઝરાયેલ-હમાસ યુદ્ધ સામેલ છે. ટ્રમ્પ તેના બીજા કાર્યકાળ સંભાળશે તે બાદ તરત જ આ બંને યુદ્ધનો ઉકેલ લાવવાની કોશિશ કરશે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ અનેક વખત આ વાત કહી ચૂક્યા છે. માઇક વોલ્ટ્ઝ ફ્લોરિડાનું પ્રતિનિધિત્વ કરે છે. વોલ્ટ્ઝે રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણના મજબૂત હિમાયતી તરીકે પોતાની ઓળખ બનાવી છે. 2018 માં પ્રથમ વખત ચૂંટાયા હતા. તેમણે લશ્કરી, આતંકવાદ વિરોધી અને વિદેશમાં U.S. હિતોનું રક્ષણ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.


આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોની વરણી કરી? જાણો કોણ છે

Back to top button