ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નવા વર્ષના પ્રારંભે જ શ્રીનગરમાં આતંકીઓ દેખાયા, એન્કાઉન્ટર ચાલુ

શ્રીનગર, 2 નવેમ્બર : શ્રીનગરના ખાનયારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ખાનયાર વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે સુરક્ષા દળો વચ્ચે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

અધિકારીએ કહ્યું કે જેવી જ સંયુક્ત ટીમ શંકાસ્પદ વિસ્તાર તરફ પહોંચી, છુપાયેલા આતંકવાદીઓએ સંયુક્ત ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ રીતે એન્કાઉન્ટરની શરૂઆત થઈ હતી. આ વિસ્તારમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓ દરરોજ અહીં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે અને હંમેશા આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનું આયોજન કરે છે. આનો સામનો કરવા માટે સુરક્ષા દળો હંમેશા તૈયાર છે.

જમ્મુ-કાશ્મીરમાં ફરીવાર ટાર્ગેટ કિલિંગ વધવા લાગી

જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બન્યા બાદ આતંકી ઘટનાઓ વધવા લાગી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અલગ-અલગ જગ્યાએ ફાયરિંગમાં અનેક લોકોના મોત થયા છે.  બડગામમાં આતંકવાદીઓએ બે વિદેશી મજૂરોને ગોળી મારી દીધી હતી. બંને ઘાયલ થયા હતા. બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ પહેલા ગાંદરબલમાં સાત લોકોની હત્યા કરવામાં આવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશમાં ફરીવાર ટાર્ગેટ કિલિંગના મામલા વધવા લાગ્યા છે.

બડગામમાં આતંકીઓએ 2 મજૂરોને ગોળી મારી દીધી હતી

બડગામના મગામના મઝમા વિસ્તારમાં આતંકીઓએ શુક્રવારે બે મજૂરોને ગોળી મારી દીધી હતી. ફાયરિંગમાં બહારના બંને મજૂરો ઘાયલ થયા છે. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મજૂરોની ઓળખ ઉસ્માન અને સંજય તરીકે થઈ છે. આ કામદારો જલ જીવન પ્રોજેક્ટમાં મજૂર તરીકે કામ કરતા હતા અને ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું કહેવાય છે.

અખનૂરમાં સેનાની એમ્બ્યુલન્સ પર આતંકીઓએ હુમલો

થોડા દિવસો પહેલા અખનૂરના બટ્ટલ વિસ્તારમાં આતંકીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો.  જો કે આતંકીઓના આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. સૈનિકોએ સંભવિત આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ કાયરતાપૂર્ણ કૃત્યમાં ત્રણ આતંકવાદીઓ સામેલ હતા. બાદમાં સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધરીને ત્રણેય આતંકીઓને ઠાર કર્યા હતા. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે.

આ પણ વાંચો :- અદાણીએ બાંગ્લાદેશને એનું સ્થાન બતાવ્યું, બાંગ્લાદેશીઓેએ હવે અંધકારમાં રહેવું પડશે, જાણો કારણ

Back to top button