ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, અથડામણમાં એક આતંકી ઠાર

Text To Speech

અખનૂર (જમ્મુ-કાશ્મીર), 23 ડિસેમ્બર: પાકિસ્તાનના આતંકવાદીઓએ ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો હતો. અખનૂર સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન ચાર આતંકવાદીઓએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. આ સમય દરમિયાન ફરજ પરના સુરક્ષા દળોએ ઑપરેશન હાથ ધર્યું હતું અને જવાબી કાર્યવાહી કરી જેમાં એક આતંકવાદી માર્યો ગાયો. આ પછી બાકીના ત્રણ આતંકવાદીઓ તેમના સાથીઓ મૃતદેહ ખેંચીને સરહદ પાર ભાગી ગયા હતા.

સેનાએ માહિતી આપી

ભારતીય સેનાની ‘વ્હાઈટ નાઈટ કોર્પ્સ’એ એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું, ‘ખૌર, અખનૂરના આઈબી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો. 22 ડિસેમ્બરની રાત્રે ચાર આતંકવાદીઓની શંકાસ્પદ ગતિવિધિઓને લઈ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, આતંકવાદીઓ એક મૃતદેહને સરહદ પાર ખેંચતા જોવા મળ્યા હતા.

પૂંછમાં ત્રણ શંકાસ્પદ મૃતદેહો મળી આવ્યા

જમ્મુના પૂંછમાં એન્કાઉન્ટર સ્થળ પર શંકાસ્પદ સંજોગોમાં 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પૂંછના ડેપ્યુટી કમિશનર ચૌધરી મુહમ્મદ યાસીન અને એસએસપી વિનય કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જમ્મુ ડિવિઝનના કમિશનર રમેશ કુમાર પણ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ દરમિયાન રાજૌરી અને પુંછમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: પૂંછમાં થયેલા આતંકી હુમલોમાં પાંચ જવાન શહીદ, જાણો કોણે લીધી જવાબદારી ?

Back to top button