ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આતંકી બુરહાન વાનીનો છેલ્લો સાગરીત ફારૂક નલી ઠાર, હિઝબુલનો અંતિમ કમાન્ડર હતો

કુલગામ, 19 ડિસેમ્બર : દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે લગભગ 10 કલાક સુધી અથડામણ ચાલી હતી. સેનાના આ ઓપરેશનમાં બુરહાન વાનીનો અંતિમ જીવિત સાથી ફારૂક નલી તેના અન્ય ચાર સાથીઓ સાથે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. ફારુક નલીની હત્યા સુરક્ષા દળો માટે મોટી સફળતા છે. કારણ કે ફારુક નલી કાશ્મીર ઘાટીમાં દક્ષિણ કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીનના છેલ્લા કમાન્ડરની બાગડોર સંભાળી રહ્યો હતો.

ફારૂક ઉપર રૂ.10 લાખનું ઈનામ હતું

ફારુક નલી A+ શ્રેણીનો આતંકવાદી હતો અને તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. ફારૂક નલી વર્ષ 2014-2015માં હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાયો હતો. બુરહાનના જૂથના 14 કમાન્ડરોમાં ફારુક નલી એકમાત્ર કમાન્ડર હતો. તે છેલ્લા 9 વર્ષથી હિઝબુલ મુજાહિદ્દીનની કમાન સંભાળીને દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ કરી રહ્યો હતો.

હિઝબુલ મુજાહિદ્દીનને મોટો ફટકો પડ્યો છે

હિઝબુલના છેલ્લા કમાન્ડર ફારૂક નલીની છેલ્લા ઘણા સમયથી સુરક્ષા એજન્સીઓ દ્વારા શોધ કરવામાં આવી રહી હતી. ફારુક એક મોટા ઓપરેશનમાં સુરક્ષાદળોને ચકમો આપીને ભાગવામાં પણ સફળ રહ્યો હતો. ફારુક નલી પર સુરક્ષા દળો પર હુમલા, ટાર્ગેટ કિલિંગ અને હિઝબુલમાં નવા યુવાનોની ભરતી કરવાનો આરોપ હતો.

સુરક્ષા એજન્સીઓ આ ઓપરેશનને સફળ અને મોટી ઉપલબ્ધિ માની રહી છે અને તેને હિઝબુલ મુજાહિદ્દીન માટે મોટો ફટકો માની રહી છે. કુલગામમાં એન્કાઉન્ટર બાદ ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હિઝબુલ મુજાહિદ્દીન દ્વારા બનાવેલા ઓળખ પત્રો મળી આવ્યા છે.

અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી

બીજી તરફ આ એન્કાઉન્ટર બાદ ગૃહ મંત્રાલય પણ એલર્ટ મોડ પર છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર સંબંધિત સુરક્ષા મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજી છે. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ ભાગ લીધો હતો.

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ અટલ દુલ્લુ અને જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાતે પણ બેઠકમાં હાજરી આપી હતી. આ સિવાય ગૃહ સચિવ ગોવિંદ મોહન, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડાયરેક્ટર જનરલ સદાનંદ દાતે, બીએસએફ ચીફ દલજીત સિંહ ચૌધરી પણ બેઠકમાં હાજર હતા.

આ પણ વાંચો :- સંસદમાં થયેલી હાથપાઈમાં ઇજાગ્રસ્ત થયેલા સાંસદોનું હેલ્થ રીપોર્ટ જાહેર

Back to top button