ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો પર આતંકી હુમલો, બે જવાન ઘાયલ

Text To Speech

શ્રીનગર, 10 ઓગસ્ટ, 2024: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે બપોરે વધુ એક વખત ઇસ્લામિક આતંકીઓએ ભારતીય સુરક્ષા દળો ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે જવાન ઘાયલ થયા હતા. જોકે સુરક્ષા દળોએ તરત જ વળતો પ્રહાર શરૂ કરી દીધો હતો જેને પગલે એન્કાઉન્ટર શરૂ થયું હતું જે મોડી સાંજે આ અહેવાલ લખાય છે ત્યાં સુધી ચાલુ હતું.

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ, આતંકવાદીઓએ આજે, શનિવારે બપોરે અનંતનાગ જિલ્લાના અહલાન ગડોલેમાં સુરક્ષા દળોની ટુકડી ઉપર હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, અચાનક થયેલા આ હુમલાથી બે જવાનને ઈજા થઈ હતી.

અહેવાલ મુજબ રાજ્યના કોકેરનાગ સબ ડિવિઝનના જંગલમાં કાયરોની જેમ સંતાયેલા આતંકવાદીઓને શોધી કાઢવા અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં સૈન્યના વિશેષ દળો તેમજ પેરાટ્રુપર પાકિસ્તાની નમાલા ભાડુતી આતંકવાદીઓને શોધવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નમાલા કાયર આતંકવાદીઓ છેલ્લા એકાદ વર્ષથી આ વિસ્તારમાં સંતાઈને ભારતીય સુરક્ષા દળો ઉપર હુમલા કરે છે. ભારતીય સૈન્યે વળતી કાર્યવાહી કરીને અનેકને 72 હૂર પાસે પહોંચાડી દીધા છે છતાં પાડોશી દેશમાંથી ભાડૂતી આતંકીઓની ઘૂસણખોરી ચાલુ છે. આ ઉપરાંત સ્થાનિક સ્લિપર સેલના આતંકીઓ પણ સંતાઈને હુમલા કરતા હોવાનું સૈન્યના સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ કંગના રાણવતે કોને કહ્યું, સ્વબચાવ માટે દરરોજ પ્રેક્ટિસ કરો, સજ્જ થાવ?

Back to top button