ટ્રેન્ડિંગવર્લ્ડ

Ugandaની સ્કૂલમાં આતંકી હુમલો, 38 વિદ્યાર્થીઓ સહિત સિક્યુરીટી ગાર્ડના મોત

Text To Speech

યુગાન્ડાના સરહદી શહેર એમ્પોન્ડવેના સ્કૂલમાં એક આતંકવાદી હુમલો થયો છે. જેમાં 38 વિદ્યાર્થીઓના મોત થયા હોવાનું ખુલ્યુ છે. પોલીસનું કહેવું છે કે એલાયડ ડેમોક્રેટિક ફોર્સિસના બળવાખોરોએ શુક્રવારે મોડી રાત્રે સરહદી શહેર એમ્પોન્ડવેમાં લ્હુબિરિહા સેકન્ડરી સ્કૂલ પર મોટો આતંકી હુમલો કર્યો હતો. માર્યા ગયેલા લોકોમાં 38 વિદ્યાર્થીઓ, 1 ગાર્ડ અને સ્થાનિક સમુદાયના 2 સભ્યોનો સમાવેશ થાય છે જેમને શાળાની બહાર ગોળી મારવામાં આવી હતી.

ફૂડ સ્ટોરને લૂંટીને ફરાર થયા આતંકીઓ

મોટાપાયે કત્લેઆમ મચાવ્યાં બાદ આતંકીઓએ એક શયનગૃહને બાળી નાખ્યું હતું અને ફૂડ સ્ટોરને લૂંટીને ફરાર થયા હતા. હુમલાખોરોએ ભાગતા પહેલા અન્ય કેટલાક લોકોનું અપહરણ” કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. હાલ યુગાંડાની સેનાએ આતંકીઓએ અપહરણ કરેલા આ વિદ્યાર્થીઓને બચાવવા માટેની લડત શરુ કરી છે. ત્યાના સ્થાનિક મેયરનું કહેવું છે કે અત્યાર સુધીમાં કુલ 41 મૃતદેહો મળી આવ્યા છે.

કેમ થયો હુમલો?

એલાઇડ ડેમોક્રેટિક ફોર્સિસ, અથવા એડીએફ પર વર્ષોમાં નાગરિકો પર ઘણા હુમલા કરવાનો આરોપ છે, ખાસ કરીને પૂર્વીય કોંગોના દૂરના ભાગોમાં નાગરિક સમુદાયો પર એડીએફ લાંબા સમયથી યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીના શાસનનો વિરોધ કરે છે, જે અમેરિકાના સુરક્ષા સાથી છે, જેઓ 1986થી સત્તામાં છે. યુગાન્ડામાં 1990ના દાયકાની શરૂઆતમાં સ્થપાયેલી, એડીએફને પાછળથી પૂર્વીય કોંગોમાં ભાગી જવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો: કબરમાંથી મળેલી 3000 વર્ષ જૂની તલવાર ચમકી રહી છે; જાણો શું છે ખાસ

Back to top button