જમ્મુ-કાશ્મીરની શ્રીનગર ઘાટી ફરી એકવાર આતંકી હુમલાથી હચમચી ગઈ છે. મળતી માહિતી મુજબ લાલ બજારના સૌથી વ્યસ્ત વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસની નાકા પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ASI શહીદ થયો હતો. જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ સેના અને પોલીસની ટીમે વિસ્તારને કોર્ડન કરીને આતંકીઓની શોધખોળ તેજ કરી દીધી છે.
1 policeman killed, two others injured after terrorists open fire in J-K's Srinagar
Read @ANI Story | https://t.co/iJC3wfpGNZ#JammuAndKashmir #Srinagar #Terrorists pic.twitter.com/heV3FF4B95
— ANI Digital (@ani_digital) July 12, 2022
પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આતંકવાદી હુમલો શ્રીનગરના લાલ બજાર વિસ્તારમાં થયો હતો. આ વિસ્તાર ખૂબ ગીચ માનવામાં આવે છે. બજાર વિસ્તારમાં પોલીસની નાકા પાર્ટી પર અગાઉથી જ હુમલો કરી ચૂકેલા આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ASI મુસ્તાક અહેમદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ હુમલામાં અન્ય બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અધિકારીઓનું કહેવું છે કે આતંકવાદીઓએ લાલ બજારમાં જીડી ગોએન્કા સ્કૂલની બહાર નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. અધિકારીએ કહ્યું કે પોલીસે હુમલાને નિષ્ફળ બનાવ્યો પરંતુ હુમલાખોરો ભાગવામાં સફળ રહ્યા. બીજી બાજુ, આતંકવાદી હુમલાની સૂચના પર, સેના અને પોલીસની ટીમે વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આતંકીઓની શોધખોળ ચાલુ છે.