ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આતંકવાદે ફરી માથું ઊંચક્યું? UPમાં ચાર ટાઈમર બોમ્બ સાથે બે યુવકો ઝડપાયા

Text To Speech
  • UP STFએ મુઝફ્ફરનગર નગર કોતવાલી વિસ્તારના ખાલાપર વિસ્તારમાંથી બે યુવકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચાર ટાઈમર બોમ્બ મળી આવ્યો છે

મુઝફ્ફરનગર, 16 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સને મોટી સફળતા મળી છે. STFએ ટાઈમર બોમ્બ સાથે બે યુવકોની ધરપકડ કરી છે. આરોપી યુવકોમાં એકનું નામ જાવેદ હોવાનું કહેવાય છે. જાવેદ પાસેથી ચાર લાકડાના બોમ્બ મળી આવ્યા છે. હવે STF અને ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ ધરપકડ કરાયેલા યુવકની પૂછપરછ કરી રહ્યા છે.

રમખાણો દરમિયાન બોમ્બ બનાવ્યા અને વહેંચ્યા

આ બંને યુવકોનું કનેક્શન મુઝફ્ફરનગર રમખાણો સાથે પણ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ બંને આરોપીઓએ મુઝફ્ફરનગર રમખાણો દરમિયાન બોમ્બ બનાવીને વહેંચ્યા હતા.

કોતવાલીના ખાલાપર વિસ્તારમાંથી ધરપકડ

આ યુવકો પાસેથી મળી આવેલા બોમ્બને ડિફ્યુઝ કરવા માટે મેરઠથી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, આ બંને યુવકોની મુઝફ્ફરનગર નગર કોતવાલી વિસ્તારના ખાલાપર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

રિમોટ કંટ્રોલ બોમ્બ

STF ચીફ અમિતાભ યશે મીડિયાકર્મીઓને આ ધરપકડની જાણકારી આપી અને મુઝફ્ફરપુર રમખાણો સાથે કનેક્શન વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ યુવાનો પાસેથી મળી આવેલા બોમ્બને રિમોટ કંટ્રોલથી પણ ઓપરેટ કરી શકાય છે. બોંબ સાથે પકડાયેલા યુવકોની પૂછપરછ હાલમાં ચાલુ છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: પૂંછમાં બે પાકિસ્તાની ડ્રોન ઉડતા જોવા મળ્યા, સેનાએ ગોળીબાર કર્યો

Back to top button