કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ગુજરાતમાં રખડતાં શ્વાનનો આતંકઃ રાજકોટ બાદ જૂનાગઢમાં પણ બાળકીને બચકાં ભર્યા

Text To Speech

રાજકોટ, 5 ડિસેમ્બર 2023, (Rajkot News)ગુજરાતમાં રખડતાં શ્વાનનો આતંક વધી રહ્યો છે. રસ્તે જતાં કે રહેણાંક વિસ્તારમાં લોકો પર અવારનવાર શ્વાન દ્વારા હૂમલાઓ કરવામાં આવ્યા હોવાની ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. (Dog Attack)રાજકોટમાં ગઈકાલે ચાર વર્ષની બાળકી પર શ્વાનની ટોળકીએ હૂમલો કર્યો હતો. બાળકીને બચકાં ભરતાં બાળકીનું મૃત્યુ થયું હતું.(Junagad News) બીજી તરફ જૂનાગઢમાં પણ પાંચ વર્ષની બાળકીને શ્વાને બચકું ભરતાં સારવાર માટે ખસેડવામાં આવી હોવાની જાણકારી મળી છે.

રાજકોટમાં શ્વાનના હૂમલાથી બાળકીનું મોત
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગઈકાલે સાંજના સુમારે પરપ્રાંતીય પરિવારની ચાર વર્ષની બાળકી પોતાના ઘર નજીક હતી. ત્યારે અચાનક 5થી 7 શ્વાનના ટોળાએ પાછળથી અચાનક હુમલો કરી તેને બચકાં ભરી લીધા હતાં. જેથી આ મુન્ની સલીમભાઈ સૈયદ નામની બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટના અંગે જાણ થતા આસપાસના લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને પોલીસને જાણ કરવામાં આવતા ભક્તિનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી ઘટના અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.

જૂનાગઢમાં પણ બાળકી પર શ્વાને હૂમલો કર્યો
રાજકોટ બાદ જૂનાગઢમાં પણ રખડતાં શ્વાનનો આતંક વધી રહ્યો છે. જૂનાગઢના ખામધ્રોળ રોડ વિસ્તારમાં પણ પાંચ વર્ષની બાળકીને શ્વાને બચકાં ભર્યાં હતાં. ત્યાર બાદ પરિવારે બાળકીને શ્વાનની ચૂંગાલમાંથી છોડાવી હતી અને બાળકીને ઈજા પહોંચતાં તેને સારવાર માટે લઈ જવામાં આવી હતી. રાજ્યમાં વધી રહેલા શ્વાનના હૂમલાને લઈને લોકોમા રોષ પ્રવર્તી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, ઘર પાસે પણ બાળકોને એકલા મૂકી શકાતા નથી. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ જામનગરની તમામ કોર્ટમાં આગામી 9 ડિસેમ્બરે નેશનલ લોક અદાલતનું આયોજન

Back to top button