ગુજરાતમધ્ય ગુજરાત

ગોધરામાં રખડતા શ્વાનનો આતંક , એક સાથે 15 લોકો પર હુમલો

Text To Speech
  • પંચમહાલમાં રખડતા શ્વાનના આતંકની ઘટના
  • 4 બાળકો સહિત 15 લોકોને શ્વાને ભર્યા બચકા
  • તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

રાજ્યમાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસેને વધી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનને અનેક લોકોને નિશાને લીધા છે. તેમાય ખાસ કરીને નાના બાળકોને શ્વાન નિશાન બનાવી રહ્યા છે. સુરત , અમદાવાદ, જેવા મહાનગરોમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે આજે પંચમહાલમાં શ્વાનોએ એક બે ન પરંતુ 15 લોકોને બચકા ભર્યા હોવાની વિગતો હાલ સામે આવી છે.

શ્વાન-humdekhengenews

ધાર્મિક વરઘોડામા શ્વાનોએ લોકો પર કર્યો હુમલો

પંચમહાલમાં રખડતા શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. જેમાં એક ધાર્મિક ધાર્મિક વરઘોડામાં શ્વાનોએ 15 જેટલા લોકો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં શ્વાનોએ એક સાથે 15 લોકોને બચકા ભર્યા છે. ગોધરાના જુહાપુરામાં રણછોડજી મંદિર પાસે આ ઘટના બની છે. જેમાં રખડતા શ્વાનોએ 15 જેટલા લોકોને બચકા ભરતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોલ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે.જાણકારી મુજબ આ 15 લોકોમાં 4 બાળકો પણ સામેલ છે.

અમદાવાદમાં બાળકી પર કર્યો હતો હુમલો

ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા અમદાવાદમાં 3 જેટલા રખડતા શ્વાનોએ ઘોડિયામાં સુઈ રહેલ માસુમ બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાનોએનાના બાળકને ઘોડિયામાંથી ઘસડીને બચકાં ભરતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતુ જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યું હતું.

 આ પણ વાંચો : અરેરાટી! વડોદરામાં બે માસની બાળકીનું કોરોનાથી મોત, લોકોમાં ફફડાટ

Back to top button