અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક, ઘોડિયામાં સૂઈ રહેલ બાળક પર 3 શ્વાનોએ કર્યો હુમલો

Text To Speech
  • અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક
  • ઘોડિયામાં સૂતેલા બાળકને 3 શ્વાને બચકાં ભર્યા
  • બાળક ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ

રાજ્યના મહાનગરોમાં એક બાદ એક રખડતા શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ સુરતમાં રખડતા શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ રખડતા શ્વાનના આતંક જોવા મળ્યો છે. અમદાવાદના જુહાપુરમાં રખડતા શ્વાને નાના બાળક પર હુમલો કર્યો છે.

જુહાપુરમાં શ્વાને બાળક પર કર્યો હુમલો

અમદાવાદના જુહાપુરમાં રખડતા શ્વાને નાના બાળક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જુહાપુરામાં બાળક પર 3 શ્વાનોએ હિંસક હુમલો કરતા બાળક ઈજાગ્રસ્ત થયું છે. જેને આસપાસના લોકો દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. જુહાપુરામાં સોનલ સિનેમા રોડ પર બાંધેનિસાત સોસાયટીમા આ ઘટના બની હતી.

બાળક ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ

જુહાપુરાના સોનલ સિનેમા રોડ પર બાંધેનિસાત સોસાયટીમાં એક બાળક ઘોડિયામાં સૂઈ રહ્યું હતું. આ દરમ્યાન 3 જેટલા શ્વાને તેને ખેંચી જઈને બચકા ભર્યા હતા. બાળક પર શ્વાનના હુમલાની આ ઘટના સ્થાનિકો જોતા જ અહી દોડી આવ્યા હતા અને બાળકને શ્વાનના મોઢામાંથી બચાવી લીધુ હતુ. આ ઘટનામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યું હતું.

શ્વાનના હુમલાની ઘટના cctv માં થઈ કેદ

બાળક પર શ્વાનના હુમલાની આ ઘટના સોસાયટીમાં રહેલ CCTVમા કેદ થઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ હાલ સામે આવ્યા છે. જેમાં 3 જેટલા શ્વાન નાના બાળકને ઘોડિયામાંથી ઘસડીને બચકાં ભરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : PM મોદીએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક, સુદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાની કરાશે સમીક્ષા 

Back to top button