ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના જાફરાબાદમાં સિંહણનો આતંક, 7 વર્ષની બાળકીનો કર્યો શિકાર

Text To Speech
  • સિંહણના હુમલા બાદ વન વિભાગ હરકતમાં છે
  • વન વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં બાળકીના અવશેષો મળી આવ્યા
  • ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે

અમરેલી-જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો છે. સિંહણ બાળકીને લઇને દૂર ભાગી ગઇ હતી. ત્યારબાદ વન વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં બાળકીના અવશેષો મળી આવ્યા છે.

સિંહણના હુમલા બાદ વન વિભાગ હરકતમાં છે

સિંહણના હુમલા બાદ વન વિભાગ હરકતમાં છે. સિંહણનું લોકેશન શોધવા કવાયત હાથ ધરાઇ છે. આ ઘટનાને પગલે ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર પંથકનો જંગલ વિસ્તાર સિંહોનું ઘર કહેવાય છે. અહીં સિંહ અવાર-નવાર જોવા મળે છે. ઘણીવાર જંગલ વિસ્તારમાંથી ભટકી જતાં શિકાર અને પાણીની શોધમાં રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે. ત્યારે અમરેલી-જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક એક સિંહણ અચાનક આવી ચઢી હતી. ત્યારે તેણે 7 વર્ષની બાળકીને પોતાનો શિકાર બનાવી હતી.

ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે

ખાલસા કંથારીયા ગામની મહિલા પોતાની 7 વર્ષની પુત્રી સાથે વાડીથી પરત ફરી રહી હતી. તે દરમિયાન અચાનક સિંહણે બાળકી પર હુમલો કરી માતાની નજર સામે બાળકીને ખેતરમાં ખેંચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકી, ગ્રામજનો, વન વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને શોધખોળ આદરી હતી. આખરે શોધખોળ દરમિયાન બાળકીના પગ મળી આવ્યા હતા. આ ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: રાજકોટ: શ્રી ખોડલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે વિશેષ સુવિધા કરાઇ 

Back to top button