ઉત્તરી કાશ્મીરના બાંદીપોરામાં આતંકી નેટવર્કનો પર્દાફાશ, મહિલા સહિત 2 આતંકીઓની ધરપકડ
- કાશ્મીરમાં આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ, શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત
- મહિલા સહિત એક આતંકીની ધરપકડ
- બંને પાકિસ્તાનમાં છુપાયેલા આતંકી કમાન્ડર મુસ્તાક મીરના સંપર્કમાં હતા
સુરક્ષા દળોએ ઉત્તરી કાશ્મીરના બાંદીપોરામાં શંકાસ્પદ હિલચાલ ધ્યાનમાં લીધા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે, આ વિસ્તારમાં આતંકવાદી નેટવર્ક તૈયાર થાય તે પહેલા જ તેણે તેનો પર્દાફાશ કર્યો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસે આસામ રાઈફલ્સ અને CRPFની મદદથી બાંદીપોરા જિલ્લામાં એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં એક મહિલા સહિત બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ એકે-47 સહિત અનેક હથિયારો પણ મળી આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,જમ્મુ અને કાશ્મીર પોલીસે આસામ રાઈફલ્સ અને CRPFની મદદથી બાંદીપોરા જિલ્લામાં એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં એક મહિલા સહિત બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ એકે-47 સહિત અનેક હથિયારો પણ મળી આવ્યા છે.અધિકારીઓએ જણાવ્યું કે એક આરોપી પાકિસ્તાન સ્થિત હેન્ડલર મુશ્તાક અહમદ મીરના સંપર્કમાં હતા. તેમને આતંકને ફેલાવવા માટે 47 લાખ રૂપિયા પણ મળ્યા હતા. અહેમદ મીર 1999માં પાકિસ્તાન ગયો હતો. સુરક્ષા દળોએ હથિયારોનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો છે. આ બંને પાકિસ્તાનમાં છુપાયેલા આતંકી કમાન્ડર મુસ્તાક મીરના સંપર્કમાં હતા. મીરે પોતે હથિયાર અને પૈસા મોકલ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને તેમની સિસ્ટમથી જાણ થઈ હતી કે બાંદીપોરામાં એક નવું આતંકવાદી નેટવર્ક તૈયાર થઈ રહ્યું છે.
આતંકવાદને ફેલાવવા બદલ 47 લાખ મળ્યા હતા
બાંદીપોરામાં આતંકવાદને ફેલાવવા માટે ઝુબૈરને 47 લાખ રૂપિયા મળ્યા હતા. ઝુબૈર વર્ષ 2000માં કોઠીબાગ IED બ્લાસ્ટમાં પણ સામેલ હતો. આ વિસ્ફોટમાં 12 પોલીસકર્મીઓ સહિત 14 લોકોના મોત થયા હતા. તેના પર 2009માં સેનાના વાહનને સળગાવવાનો પણ આરોપ છે. આ કેસમાં તે જામીન પર બહાર છે.
પોલીસે આર્મી અને સીઆરપીએફના જવાનો સાથે કરી નાકાબંધી
આ ષડયંત્રમાં સામેલ એક સ્થાનિક આતંકવાદી દરદગુંડ પેઠકૂટ વિસ્તારમાં આવવાનો છે. તેના આધારે પોલીસે આર્મી અને સીઆરપીએફના જવાનો સાથે મળીને ગઈકાલની રાત્રે કેટલીક ઓળખિત જગ્યાઓ પર નાકાબંધી કરી હતી. એક નાકા પાર્ટીએ એક શંકાસ્પદ વ્યક્તિને દરદગુંડની સીમમાં આવતા જોયો.
આ પણ વાંચો : રાજકોટ : શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા બાદ સોની બજારમાં પોલીસનો સપાટો, આટલા લોકો સામે કાર્યવાહી