- અમેરિકાના ટેક્સાસમાં ડેરી ફાર્મમાં વિસ્ફોટથી લાગી ભીષણ આગ
- ઘટનામાં 18000થી વધુ ગાયો દાઝી જવાથી મૃત્યુ પામી
- ડેરી ફાર્મનો કર્મચારી ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ
અમેરિકાના ટેક્સાસના એક ડેરી ફાર્મમાં ભયંકર વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 18000થી વધુ ગાયો દાઝી જવાથી મૃત્યુ પામી છે. આ આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમને કલાકો સુધી મહેનત કરવી પડી હતી.આ ઘટનામાં ખેતરના એક મજૂરને ઘણી મુશ્કેલી બાદ બચાવી લેવામાં આવ્યો છે, ગંભીર રીતે દાઝી જવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અમેરિકામાં આ પ્રકારની આ પહેલી ઘટના છે, જેમાં મોટી સંખ્યામાં પશુઓના મોત થયા છે.
ડેરી ફાર્મમાં વિસ્ફોટથી 18,000 થી વધુ ગાયોના મોત
અમેરિકાના વેસ્ટ ટેક્સાસમાં એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. એક પ્રચંડ વિસ્ફોટથી ડેરી ફાર્મને નુકસાન થયું છે, જેમાં 18,000 થી વધુ ગાયોના મોત થયા છે. અમેરિકામાં આ પહેલી ઘટના છે જેમાં આટલા પશુઓના મોત થયા છે. અહેવાલ મુજબ આ વિસ્ફોટ મંગળવારે ટેક્સાસના ડિમિટમાં સાઉથ ફોર્ક ડેરી ફાર્મમાં થયો હતો.આગ એક મકાનમાંથી ખેતરમાં લાગી હતી.આગની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો.
ભારે જહેતમ બાદ આગ કાબુમા આવી
અહેવાલો અનુસાર, ફાર્મ એક પરિવારનું હતું જે ટેક્સાસમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક હતું. અહી લાગેલી વિકરાળ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની ટીમને કલાકો સુધી મહેનત કરવી પડી, ત્યારબાદ જાણવા મળ્યું કે 18,000થી વધુ ગાયોના મોત થયા છે.
ડેરી ફાર્મનો કર્મચારી ઘાયલ
ફાયર બ્રિગેડે જણાવ્યું હતુ કે ડેરી ફાર્મનો કર્મચારી તેમાં ફસાઈ ગયો હતો, જેને અધિકારીઓએ બચાવીને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. હાલ આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. જો કે કાઉન્ટી જજ મેન્ડી ગેફલરે કહ્યું કે એવી શંકા છે કે સાધનની ખામીને કારણે વિસ્ફોટ થયો હશે.
આ પણ વાંચો : વલસાડ : હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસના દરોડા, ભાજપના નેતા સહિત 15 નબીરા ઝડપાયા