કપડવંજ-નડિયાદ હાઈવે પર ST બસ સાથે THARની ભયાનક ટક્કર: 1 નું મૃત્યુ તો અનેક થયા ઇજાગ્રસ્ત


ખેડા, 1 એપ્રિલ, 2025: કપડવંજથી એસટી બસ નીકળી નડિયાદ તરફ જવા રવાના થઈ હતી. ત્યારે બપોર દરમિયાન ફત્યાવાદ નજીક નર્મદા નહેરના પુલ પાસે થાર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં થાર ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. જ્યારે બસમાં સવાર ડ્રાઈવર, કંડક્ટર અને 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તમામને સારવાર અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
ખેડા જિલ્લાનાં કપડવંજ-નડિયાદ હાઈવે પર ફ્ત્યાબાદ ગામથી પસાર થતી કેનાલ નજીક થાર કાર અને એસ.ટી. બસ વચ્ચે ટક્કર થઈ હતી. પૂરઝડપે આવતી થાર ST બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બસનાં ડ્રાઇવર, કંડક્ટર અને મુસાફરો સહિત 15 જેટલાં લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. થાર કારમાં સવાર 4 લોકો પૈકી એકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે કપડવંજની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો..ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી, 5 કામદારોના મૃત્યુ