આણંદ નજીક એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત


સોમવારે રાજ્યમાં આણંદ નજીક એક્સપ્રેસ હાઇવે પર ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ધડાકાભેર અથડાતા ડાકોરનાં ત્રણ યુવાનોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર, હાઇવે પર ઉભેલી ટ્રક પાછળ કાર અથડાઇ જતા આ ગમખ્વાર અકસ્માત થયો છે. ખંભોળજ પોલીસ દ્વારા આ અંગે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કારમાં સવાર યુવાનો કારના માલિકને વડોદરા મુકીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયના કાર ઉભેલી ટ્રકની પાછળ અથડાઇ ગઇ હતી. જેમાં મોતનો કોળિયો બનેલા ત્રણેવ યુવાનો ડાકોરનાં રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યુ છે. જેના કારણે પરિવાર સહિત આખા ડાકોરમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. આ તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : આજથી રાજ્યમાં નવી જંત્રી લાગુ પણ બિલ્ડરોની મુખ્યમંત્રી સાથેની બેઠક પર સૌ કોઈની નજર
ડાકોરના ત્રણ લોકોનાં મોતથી રણછોડરાયની નગરીમાં શોકનો માહોલ છવાઈ ગયો. ખંભોળ જ પોલીસ મથકે ટ્રક ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માતને કારણે આખા પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.