નોરા ફતેહીને ખોટી રીતે સ્પર્શવાના આરોપને લઈને ટેરેન્સ લુઈસે ખુલાસો કર્યો, જણાવી આખી વાત


જાણીતા ડાન્સ કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ પોતાના જોરદાર ડાન્સ માટે ઘણાં જાણીતા છે. ટેરેન્સે ટીવી રીયાલાટી ડાન્સ શોમાં જજ તરીકે જોવા મળે છે. જો કે હાલ ટેરેન્સ નેટિજન્સના નિશાને છે. ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શોના એક વાયરલ વીડિયોમાં જાણીતી ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહીને ખોટી રીતે અડકવાને લઈને સોશિયલ મીડિયા પર ટેરેન્સ લુઈસ પર આરોપ લાગી રહ્યાં છે. ત્યારે ટેરેન્સે આ મામલે મૌન તોડ્યું છે અને પોતાનો બચાવ કર્યો છે.
શું સાચે જ ટેરેન્સ લુઈસે નોરાને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો
હાલમાં જ ટેરેન્સ લુઈસ જાણીતા હોસ્ટ અને એક્ટર મનીષ પોલના પોડકાસ્ટ શોમાં પહોંચ્યા. આ શો દરમિયાન ટેરેન્સ લુઈસે નોરાને ખોટી રીતે સ્પર્શ કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો, જે આરોપ અંગે ટેરેન્સે ખુલાસો કર્યો. ટેરેન્સ જણાવ્યું કે- તે રાત્રે અમારા શોમાં બોલિવૂડના દિગ્ગજ કલાકાર શત્રુઘ્ન સિન્હા અને તેમના વાઈફ આવ્યા હતા. ગીતા કપૂર, હું અને નોરા શોના જજ હતા કેમકે મલાઈકા અરોડાને કોવિડ થયો હતો એટલે તેની જગ્યાએ નોરા આવી હતી.
#NoraFatehi Ass slapped by #TerranceLewis
What a nonsense never thought expected from him#SonyTv #BollywoodCleanup pic.twitter.com/iyECt1mI74— Nandini Idnani ???????????? (@nandiniidnani69) September 26, 2020
ગીતાએ અમને કહ્યું કે શત્રુઘ્ન જી અને તેમના પત્નીને નમસ્કાર કરતા વેલકમ કરવાનું છે. મેં બરોબર એવું જ કર્યું, મને નથી ખબર કે મેં ક્યારે નોરાને ટચ કર્યું. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ તે વીડિયો ઝૂમ કરીને રજૂ કરાયો. જેના કારણે મને ઘણી ગાળો પડી. સોશિયલ મીડિયામાં મને મેસેજ કરીને લોકોએ ઘણું ખરું-ખોટું સંભળાવ્યું. પણ હું ફક્ત એટલું જ કહેવા માગુ છું કે હું અને નોરા પ્રોફેશનલ ડાન્સર છીએ અને અમે ઘણું સાથે કર્યું છે. ડાન્સ સિવાય મારી નજર ક્યારેય ખોટી નથી રહી.
આ ઘણો જ બોગસ અનુભવ હતો
આ મામલાને લઈને વધુ વાત કરતા ટેરેન્સ લુઈસે જણાવ્યું કે- આ મારા માટે ઘણો જ વાહિયાત અનુભવ રહ્યો હતો. મારે કારણ વગર ગાળો સાંભળવી પડી. તે સ્ટેજ પર ચાર-ચાર કેમેરા લાગેલા હતા. જે બાદ પછી પણ હું તેની સાથે આવું થોડું કરીશ. હું કોઈની સાથે આવું ખોટું કરવાનું વિચારી પણ ન શકું.