સ્વિફ્ટ, વેગનઆર, ટિયોગા, અલ્ટ્રોઝનું વધ્યું ટેન્શન: આ કાર બની દેશની નંબર 1; જાણો વિગતે
- મારુતિની સૌથી વધુ વેચાતી હેચબેક સ્વિફ્ટ અને વેગનઆર પણ ઘણી પાછળ રહી ગઈ
નવી દિલ્હી, 10 ડિસેમ્બર: છેલ્લા મહિનામાં એટલે કે નવેમ્બરમાં દેશના હેચબેક સેગમેન્ટમાં કયા મોડલનો દબદબો હતો તેની યાદી જાહેર કરવામાં આવી છે. હકીકતમાં, લોકોએ ગયા મહિને સૌથી વધુ જે હેચબેક ખરીદી તે મારુતિ બલેનો છે. હેચબેક સેગમેન્ટમાં મારુતિ બલેનો દેશની સૌથી વધુ વેચાતી કાર પણ હતી. બલેનોની માંગની સામે, બે વખતની ચેમ્પિયન મારુતિ અર્ટિગા સાથે ટાટા પંચ અને હ્યુન્ડાઈ ક્રેટા જેવા મોડલ પણ પાછળ રહી ગયા. તે જ સમયે, મારુતિની સૌથી વધુ વેચાતી હેચબેક સ્વિફ્ટ અને વેગનઆર પણ ઘણી પાછળ રહી ગઈ છે.
ટોપ-10 હેચબેક વેચાણ નવેમ્બર 2024
મોડલ- નવેમ્બર 2024- ઓક્ટોબર 2024
- મારુતિ બલેનો– 16,293- 16,082
- મારુતિ સ્વિફ્ટ– 14,737- 17,539
- મારુતિ વેગનઆર– 13,982- 13,922
- મારુતિ અલ્ટો K10– 7,467- 8,548
- હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10– 5,667- 6,235
- ટાટા ટિયાગો– 5,319- 4,682
- હ્યુન્ડાઇ i20– 3,925- 5,354
- ટોયોટા ગ્લાન્ઝા– 3,806- 4,273
- મારુતિ સેલેરિયો– 2,379- 3,044
- મારુતિ એસ-પ્રેસો– 2,283- 2,139
ગયા મહિને ટોપ-10 બેસ્ટ સેલિંગ હેચબેક વિશે વાત કરવામાં આવે તો નવેમ્બરમાં મારુતિ બલેનોના 16,293 યુનિટ વેચાયા હતા. જ્યારે ઓક્ટોબરમાં તેના 16,082 યુનિટ વેચાયા હતા. મારુતિ સ્વિફ્ટે નવેમ્બરમાં 14,737 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે ઓક્ટોબરમાં તેના 17,539 યુનિટ્સ વેચાયા હતા. મારુતિ વેગનઆરે નવેમ્બરમાં 13,982 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે ઓક્ટોબરમાં તેના 13,922 યુનિટ્સ વેચાયા હતા. મારુતિ અલ્ટો K10એ નવેમ્બરમાં 7,467 યુનિટ વેચ્યા હતા. જ્યારે ઓક્ટોબરમાં તેના 8,548 યુનિટ વેચાયા હતા. Hyundai Grand i10એ નવેમ્બરમાં 5,667 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે ઓક્ટોબરમાં તેના 6,235 યુનિટ વેચાયા હતા.
નવેમ્બરમાં ટાટા ટિયાગોએ 5,319 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે ઓક્ટોબરમાં તેના 4,682 યુનિટ વેચાયા હતા. Hyundai i20એ નવેમ્બરમાં 3,925 યુનિટ વેચ્યા હતા. જ્યારે ઓક્ટોબરમાં તેના 5,354 યુનિટ વેચાયા હતા. ટોયોટા ગ્લાન્ઝાએ નવેમ્બરમાં 3,806 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે ઓક્ટોબરમાં તેના 4,273 યુનિટ વેચાયા હતા. મારુતિ સેલેરિયોએ નવેમ્બરમાં 2,379 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે ઓક્ટોબરમાં તેના 3,044 યુનિટ વેચાયા હતા. મારુતિ એસ-પ્રેસોએ નવેમ્બરમાં 2,283 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે ઓક્ટોબરમાં તેના 2,139 યુનિટ વેચાયા હતા. Tata Altrozએ નવેમ્બરમાં 2,083 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે ઓક્ટોબરમાં તેના 2,642 યુનિટ વેચાયા હતા.
આ પણ જૂઓ: જાન્યુઆરી 2025થી કાર ખરીદવી થશે મોંઘી! મારુતિ 4 ટકાનો કરશે વધારો; આ કંપનીઓ પણ સામેલ