મણિપુરમાં વધ્યો તણાવ, 5 દિવસ ફરી ઈન્ટરનેટ સેવા બંધ
- બે વિદ્યાર્થીઓની હત્યા બાદ મણિપુરમાં ફરી વધ્યો તણાવ, ત્રણ દિવસ પહેલા ચાલુ કરેલી ઈન્ટરનેટ સેવા ફરી સરકારે કરવી પડી બંધ.
Manipur: મણિપુરમાં 23 સપ્ટેમ્બરે ચાલુ કરેલી ઈન્ટરનેટ સેવાઓ માત્ર ત્રણ જ દિવસમાં બંધ કરી દેવામાં આવી છે. 6 જુલાઈથી ગુમ થયેલા બે વિદ્યાર્થીઓની હત્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે મણિપુરમાં 1 ઓક્ટોબરના રોજ સાંજે 7:45 વાગ્યા સુધી પાંચ દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ રહેશે. મણિપુરમાં 3 મેના રોજ કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચે શરૂ થયેલો સંઘર્ષ હજુ પણ ચાલુ છે.
કેમ સરકારને ફરી ઈન્ટરનેટ સેવા બંધ કરવાની ફરજ પડી?
ઈન્ટરનેટ સેવા ચાલુ કરાતાં 6 જુલાઈથી ગુમ થયેલા બે વિદ્યાર્થીઓની તસવીરો મંગળવારે ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી, આ તસવીરોમાં વિદ્યાર્થીઓના મૃતદેહ હતા. જેના લીધે ફરી મણિપુરમાં તણાવ વધ્યો છે અને લોકો રોષે ભરાયા છે. જેને પગલે સરકારે ફરી પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી છે.
સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે મણિપુરમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, X (અગાઉ ટ્વિટર) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ખોટી માહિતી, ખોટી અફવાઓ અને અન્ય પ્રકારની હિંસક પ્રવૃત્તિઓના અટકાવવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડતી દરેક ગતિવિધિઓ પર સરકાર નજર રાખી રહી છે.
આ દરમિયાન, CM એન બિરેન સિંહે ટ્વિટ કરી વિદ્યાર્થીઓના મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતુ અને રાજ્યના લોકોને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને ગુનેગારોને પકડવાનું કામ કરી રહ્યા છીએ. આ તપાસને વધુ વેગ આપવા માટે સીબીઆઈ ડાયરેક્ટર કાલે સવારે એક વિશેષ ટીમ સાથે ઈમ્ફાલ પહોંચશે.
આ પણ વાંચો: ખાલિસ્તાન-ગેંગસ્ટર્સના નેટવર્ક પર NIAની મોટી કાર્યવાહી, UP-દિલ્હી સહિત 6 રાજ્યોમાં દરોડા