ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

હાઈ વૉલ્ટેજ મેચ માણવા તેંડુલકર અને અનુષ્કા શર્મા અમદાવાદ આવી પહોંચ્યાં

  • વર્લ્ડ કપની સૌથી મોટી રાઈવલરી એટલે ભારત-પાકિસ્તાન મેચ
  • સચિન તેંડુલકર અને અનુષ્કા શર્માનું અમદાવાદમાં આગમન  

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ-2023માં ક્રિકેટની બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે મેચ રમાનાર છે ત્યારે શહેરમાં ક્રિકેટ ફિવર છવાયો છે. હાઈ વોલ્ટેજ મેચ માટે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અને અભિનેત્રી અનુષ્કા શર્માનું શનિવારે અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું છે. વર્લ્ડ કપની 12મી મેચ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે બે વાગ્યે શરુ થશે. આ મેચ માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મેચ માટે સચિન તેંડુલકર અને અનુષ્કા શર્માનું અમદાવાદમાં થયું આગમન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી ભારત-પાકિસ્તાન ICC ક્રિકેટ વર્લ્ડ કપ મેચ માટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર અમદાવાદ પહોંચ્યા હતા અને અમદાવાદમાં આગમન થતાં સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે, “હું અહીં ટીમને સમર્થન આપવા આવ્યો છું. આશા છે કે, આપણે બધા ઇચ્છીએ છીએ તેવું પરિણામ મળશે…”

 

ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની સૌથી મોટી રાઈવલરી મેચ માટે અભિનેત્રી અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનું અમદાવાદમાં આગમન થયું હતું.

 

ભારત-પાકિસ્તાન વચ્ચે કાંટે કી ટક્કર, ચાહકોમાં ભારે ઉત્સાહ  

ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ રહેલો છે. જેથી શનિવારે અમદાવાદની હોટલોની સાથે-સાથે ઘણી હોસ્પિટલો પણ ફૂલ રહેલી છે. આ મેચને જોવા માટે અમદાવાદ ઉપરાંત ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં દર્શકો મેદાનમાં પહોંચશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે વિદેશમાંથી પણ કેટલાક દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવાના છે. આ બ્લોકબસ્ટર મેચને કારણે અમદાવાદની હોટલોના ભાડામાં ઘણો વધારો થયો છે, તેથી કેટલાક દર્શકોએ હેલ્થ ચેકઅપના બહાને અમદાવાદની હોસ્પિટલોમાં રાત્રી રોકાણની વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચો :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે

Back to top button