કંબોડિયાના મંદિરમાં જઈને વ્યક્તિ રિયલમાં Temple Run ગેમ રમવા લાગ્યો, વીડિયો જોઈને યૂઝર્સ ભડક્યા
- અંગકોર વાટ મંદિરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે
કંબોડિયા, 31 ઓગસ્ટ: કંબોડિયાના અંગકોર વાટ મંદિરનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી શેર થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ મંદિરની અંદર રિયલમાં Temple Run ગેમ રમતો જોવા મળે છે. વીડિયોમાં વ્યક્તિ વાસ્તવિક જીવનમાં ગેમમાં દોડનારની જેમ જ દોડતો જોવા મળે છે. પ્રવાસીઓની આ મજા લોકોને બિલકુલ પસંદ નથી આવી રહી અને તેઓ પ્રવાસીઓને મંદિરમાં આવી ગેમ ન રમવાની સલાહ પણ આપી રહ્યા છે. કોમેન્ટ્સમાં યુઝર્સ ટૂરિસ્ટ પર ભડકતા જોવા મળે છે.
Temple Run ગેમ એક સમયે બાળકો અને નાના છોકરાઓમાં પણ ખૂબ જ લોકપ્રિય હતી. આ ગેમમાં, એક દોડવીર પોતાની જાતને શૈતાનથી બચાવવા માટે દુર્લભ માર્ગોમાંથી કૂદકા મારીને દોડતો જોવા મળે છે. ગેમ રમનારાના આદેશ પર, દોડવીર ખાડાઓ પર કૂદકો મારતો અને વૃક્ષની ડાળીઓ પર કૂદવાને બદલે નીચેથી સ્લાઇડ કરતો જાય છે. જેટલા સમય સુધી તમે ગેમમાં ટકો છો, તેટલા સમય માટે તમને પોઈન્ટ આપવામાં આવે છે.
જૂઓ આ વીડિયો
When History Meets TikTok: Angkor Wat Edition #NoCoinsCollected #TempleRunners #CambodiaGoneWild pic.twitter.com/dntL8U7PvZ
— Ottster Gaming (@OttsterG) August 29, 2024
મંદિરમાં રિયલમાં Temple Run ગેમ
વીડિયોમાં કંબોડિયાના મંદિરમાં દર્શન કરવા આવેલા પ્રવાસી ત્યાંનું લોકેશન જોઈને રિયલ લાઈફમાં Temple Run ગેમ રમવાનું શરૂ કરે છે. આ વીડિયો પણ એક પ્રકારનો રિએક્શન વીડિયો છે, જે બે સ્લાઈડ્સમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. એક સ્લાઈડમાં એક વ્યક્તિ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યો છે, જ્યારે વીડિયો તેની નીચે ચાલતો જોઈ શકાય છે.
આ દરમિયાન, મંદિરમાં પ્રવાસીનો વીડિયો જોતા, રિએક્શન આપતો વ્યક્તિ કહે છે કે, મને આ ક્રિએટિવિટી ખરેખર ગમી, પરંતુ આ ક્રિંજી(બકવાસ) છે કે તમે ઈતિહાસનું સન્માન ન કરો.” વ્યક્તિએ ટેક્નોલોજીની મદદથી આ વીડિયોને બિલકુલ ગેમ જેવો બનાવવાનો પ્રયાસ કર્યો છે.
કોઈપણ ધાર્મિક સ્થળોએ આવા કૃત્યો ન કરો: યુઝર્સ
X પ્લેટફોર્મ પર આ ક્લિપ પોસ્ટ કરતાં @OttsterG નામના યુઝરે લખ્યું કે, “જ્યારે ઇતિહાસ TikTok: Angkor Wat Editionને મળે.” X પ્લેટફોર્મ સિવાય આ વીડિયોને YouTube પર પણ અપલોડ કરવામાં આવ્યો છે, જ્યાં તેને 3 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. ટીકાકારની પ્રતિક્રિયા સિવાય, એક યુઝરે વીડિયો પર કમેન્ટ પણ કરી અને લખ્યું કે, “આ પ્રકારનું કૃત્ય માત્ર મંદિરમાં જ નહીં પરંતુ કોઈપણ ધાર્મિક સ્થળ પર ન થવું જોઈએ.“
આ પણ જૂઓ: રજત દલાલે કારથી 140ની સ્પીડે બાઇક સવારને ઉડાડ્યો, કહ્યું: મારું રોજનું કામ; જૂઓ વાયરલ વીડિયો