ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

સંભલમાં 46 વર્ષ પછી ખૂલ્યું મંદિર! પોલીસકર્મીઓએ કરી શિવલિંગની સફાઈ, જૂઓ વીડિયો

  • આ મંદિર એ જ વિસ્તારમાં છે જ્યાં હિંસા થઈ હતી અને લાંબા સમયથી બંધ હતું

સંભલ, 14 ડિસેમ્બર: ઉત્તર પ્રદેશના સંભલમાં આજે શનિવારે પ્રશાસને મોટી કાર્યવાહી કરતા 46 વર્ષ બાદ મંદિરના દરવાજા ખોલ્યા છે. આ મંદિર એ જ વિસ્તારમાં છે જ્યાં હિંસા થઈ હતી અને લાંબા સમયથી બંધ હતું. હવે જ્યારે પ્રશાસને મંદિરના દરવાજા ખોલ્યા તો અંદર ધૂળ જામી ગઈ હતી. આવી સ્થિતિમાં, પોલીસકર્મીઓએ જાતે જ પોતાના હાથે શિવલિંગ અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓની સફાઈ કરી. મંદિરનો વીડિયો પણ બહાર આવ્યો છે. આ વીડિયોમાં એક પોલીસકર્મી મંદિરની ઘંટડી વગાડતો જોઈ શકાય છે.

 

નગર હિન્દુ સભાના આશ્રયદાતાએ શું કહ્યું?

નગર હિન્દુ સભાના આશ્રયદાતા વિષ્ણુ શરણ રસ્તોગી દાવો કરે છે કે, મંદિર 1978 બાદ પહેલી વખત ફરી ખોલવામાં આવ્યું છે. અમે ખગ્ગુ સરાઈ વિસ્તારમાં રહેતા હતા. અમારું નજીકમાં (ખગ્ગુ સરાઈ વિસ્તારમાં) એક ઘર છે. 1978 બાદ અમે ઘર વેચીને જગ્યા ખાલી કરી દીધી. આ ભગવાન શિવનું મંદિર છે. અમે આ જગ્યા છોડી દીધી અને અમે આ મંદિરની સાર-સંભાળ રાખી શક્યા નહીં.  આ જગ્યાએ કોઈ પૂજારી રહેતા નથી. 15-20 પરિવાર આ વિસ્તાર છોડી ચૂક્યા છે. અમે મંદિર બંધ કરી દીધું હતું, કારણ કે પૂજારી અહીં રહી શકતા નહોતા.  પૂજારીએ અહીં રોકાવાની હિંમત ન કરી. મંદિર 1978માં બંધ થયું હતું અને આજે તેને ખોલી દેવામાં આવ્યું છે.

 

મંદિરમાંથી અતિક્રમણ દૂર કરવામાં આવશે

સંભલના SDM વંદના મિશ્રાએ કહ્યું કે, “જ્યારે અમે વીજળી ચોરી વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા હતા, ત્યારે અમને એક મંદિર મળ્યું. વિસ્તારના લોકોએ જણાવ્યું કે મંદિર 1978થી બંધ હતું. મંદિરને ખોલીને સાફ કરવામાં આવ્યું છે. મંદિર પરનું અતિક્રમણ દૂર કરવામાં આવશે.” આ દરમિયાન, એડિશનલ SP શ્રીશ ચંદ્રાએ જણાવ્યું કે, “અમને મંદિરની સામે એક પ્રાચીન કૂવો હોવાની માહિતી મળી હતી. ખોદકામ કર્યા પછી, આ વિસ્તારમાં એક કૂવો મળ્યો હતો.”

 

મસ્જિદના સર્વે દરમિયાન હંગામો થયો હતો

સંભલમાં હિન્દુ પક્ષે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે, શાહી મસ્જિદ જે જમીન પર બનેલી છે તે મંદિરની છે. તેના આધારે કોર્ટે મસ્જિદનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. બીજા દિવસે જ્યારે સર્વે ટીમ આવી ત્યારે કટ્ટરાવાદી ટોળાએ તેમનો વિરોધ કર્યો. આ દરમિયાન થયેલી હિંસામાં ઘણા લોકો માર્યા ગયા હતા. ત્યારથી પ્રશાસન અહીં બદમાશો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી રહ્યું છે. પ્રશાસને અહીં ઘણા ઘરોમાંથી વીજળીના કનેક્શન પણ કાપી નાખ્યા છે. અહીં મોટા પાયે વીજળી ચોરી થતી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, તેઓ લાઉડસ્પીકર ચેક કરવા આવ્યા હતા, પરંતુ મસ્જિદ સહિત ઘણા ઘરોમાં વીજળીની ચોરી જોવા મળી હતી. મસ્જિદમાં 59 પંખા, ફ્રીજ અને વોશિંગ મશીન ચોરીની વીજળી પર ચાલતા હતા.

આ પણ જૂઓ: કેજરીવાલે અમિત શાહને લખ્યો પત્ર, કાયદો-વ્યવસ્થાના મુદ્દા પર ચર્ચા કરવા માટે સમય માંગ્યો

Back to top button