મંદિર માનસિક ગુલામી છેઃ RJDએ લાલુ-રાબડીના ઘર બહાર પોસ્ટર લગાવ્યું
- બિહારની રાજધાની પટનામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) દ્વારા એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં મંદિરને માનસિક ગુલામીના માર્ગ તરીકે દર્શાવવામાં આવ્યું છે
પટના, 01 જાન્યુઆરી, 2024: અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ VHPએ પ્રાણ પ્રતિષ્ઠાની માહિતી આપવા માટે ડોર ટુ ડોર આમંત્રણ પત્રિકાઓનું વિતરણ શરૂ કરી દીધું છે તો બીજી તરફ વિવાદાસ્પદ નિવેદનો પણ ચાલુ છે. આ દરમિયાન બિહારની રાજધાની પટનામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) દ્વારા એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં મંદિરને માનસિક ગુલામીના માર્ગ તરીકે દર્શાવવામાં આવ્યું છે.
પોસ્ટરમાં શું લખ્યું છે?
લાલુ રાબડી યાદવના ઘરની બહાર ઘણા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં મંદિરો અને શિક્ષણની તુલના કરવામાં આવી છે. આ પોસ્ટરમાં એક તરફ લાલુ યાદવ અને રાબડી દેવીની તસવીર છે અને બીજી તરફ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ છે. પોસ્ટરની ટોચ પર મહાત્મા બુદ્ધ, સમ્રાટ અશોક, સાવિત્રી બાઈ ફુલે અને અન્યની તસવીરો પણ છે.
#WATCH पटना: राजद नेता द्वारा बिहार की पूर्व मुख्यमंत्री राबड़ी देवी के आवास के बाहर भारत की पहली शिक्षिका सावित्री बाई फूले के कथन का हवाला देते हुए एक पोस्टर लगाया। pic.twitter.com/HSgvcvvNp8
— ANI_HindiNews (@AHindinews) January 1, 2024
પોસ્ટરમાં લખ્યું છે, ‘મંદિર એટલે માનસિક ગુલામીનો માર્ગ અને શાળા એટલે જીવનમાં પ્રકાશનો માર્ગ. જ્યારે મંદિરની ઘંટડી વાગે છે ત્યારે તે સંદેશ આપે છે કે આપણે અંધશ્રદ્ધા, પાખંડ, મૂર્ખતા અને અજ્ઞાનતા તરફ આગળ વધી રહ્યા છીએ અને જ્યારે શાળાની ઘંટડી વાગે છે ત્યારે આપણને સંદેશ મળે છે કે આપણે તર્કસંગત જ્ઞાન, વિજ્ઞાન અને પ્રકાશ તરફ આગળ વધી રહ્યા છીએ. હવે નક્કી કરો કે તમારે કઈ દિશામાં જવું છે – સાવિત્રીબાઈ ફુલે..’
7મી જાન્યુઆરીએ રોહતાસમાં આરજેડી દ્વારા સાવિત્રીબાઈ ફુલેની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં બિહારના શિક્ષણ મંત્રી ડૉ. ચંદ્રશેખર આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.
ફતેહ બહાદુરે અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું
આટલું જ નહીં સનાતન અને હિન્દુ દેવી-દેવતાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપનાર આરજેડી ધારાસભ્ય ફતેહ બહાદુર સિંહની તસવીર પણ પોસ્ટરમાં સામેલ છે. ફતેહ બહાદુર સિંહ એ જ ધારાસભ્ય છે જેમણે દાઉદનગરમાં વિદ્યાની દેવી માતા સરસ્વતી પર વાંધાજનક વાતો કહી હતી. તેમણે કહ્યું હતું કે પૂજા હંમેશા ચારિત્ર્ય ધરાવનારની હોવી જોઈએ, ચારિત્ર્ય વિનાની નહીં. આ પહેલા પણ તેણે મા દુર્ગાને લઈને ખૂબ જ વાંધાજનક નિવેદન આપ્યું હતું. ભાજપના ધારાસભ્યોએ તેમના નિવેદનની આકરી ટીકા કરી હતી.
આ પણ વાંચો: CM મોહનના મંત્રી કૈલાશ વિજયવર્ગીય સામે વિરોધ શરૂ, ભાજપના કાર્યકરોએ પૂતળું બાળ્યું