ગુજરાતમાં આગામી બે દિવસ તાપમાન ગગડશે, જાણો અમદાવાદમાં ઠંડીની આગાહી
- આગામી 48 કલાકમાં પારો બે-ત્રણ ડિગ્રી ગગડશે
- 3 દિવસ રાજકોટનું તાપમાન 10 ડિગ્રીથી નીચે જ રહે તેવી સંભાવના
- ગાંધીનગર, ડીસા, દાહોદમાં પણ ઠંડીનો ચમકારો
ગુજરાતમાં આગામી બે દિવસ તાપમાન ગગડશે. જેમાં અમદાવાદમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં પારો બે-ત્રણ ડિગ્રી ગગડશે.
3 દિવસ રાજકોટનું તાપમાન 10 ડિગ્રીથી નીચે જ રહે તેવી સંભાવના
કચ્છના નલિયામાં સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. રાજકોટ 8.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. એક દિવસમાં રાજકોટના સરેરાશ લધુતમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી 3 દિવસ રાજકોટનું તાપમાન 10 ડિગ્રીથી નીચે જ રહે તેવી સંભાવના છે.
અમદાવાદમાં કાતિલ ઠંડી પડી શકે છે
અમરેલી, પોરબંદર, ભુજ, ગાંધીનગર, ડીસા, દાહોદમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. અમદાવાદમાં રાત્રિના 13.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.2 ડિગ્રી વધારે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ જ રહેવાની સંભાવના છે. તેમજ નિષ્ણાતોના મતે ગુરુવાર સુધી અમદાવાદમાં કાતિલ ઠંડી પડી શકે છે.