ગુજરાતના આ શહેરોનું 15 ડિગ્રી સુધી ગગડી શકે છે તાપમાન, જાણો શું છે આગાહી
- ગુજરાતના પાટનગરમાં નોંધાયું સૌથી ઓછું તાપમાન
- કેટલાંક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી પણ નોંધાયું છે
- આ મહિનામાં સરેરાશ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો
ગુજરાતમાં શિયાળાની શરુઆત થઈ ચૂકી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે અને સાંજ પછી લોકોને ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. આ સાથે જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. તેમજ, કેટલાંક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી પણ નોંધાયું છે.
આ મહિનામાં સરેરાશ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો
નવેમ્બર મહિનામાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આ મહિનામાં સરેરાશ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 25.4 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી ઓછું તાપમાન હતું. આ સિવાય ગુજરાતના ઓખામાં લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું.
9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે
9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. આ સિવાય નલિયામાં સૌથી ઓછું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદમાં તાપમાન 18.9 ડિગ્રી નોંધાયુ હતું. પાટનગર ગાંધીનગરમાં તાપમાન 16 ડિગ્રી, વડોદરા અને રાજકોટમાં 17 ડિગ્રી તેમજ ડીસામાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 18.8, અમરેલીમાં 19.6 ડિગ્રી તાપમાન, ભૂજમાં 19.7 ડિગ્રી, ભાવનગરમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેમાં આગામી દિવસોમાં આ શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછુ થવાની આગાહી છે.