ટ્રેન્ડિંગવર્લ્ડ

દુબઈમાં તાપમાનનો પારો 62 ડિગ્રીને પાર, કેવી રીતે આ રેતાળ શહેર આટલુ ધગધગતું થઈ ગયું?

  • દુબઈમાં 6 જુલાઈના રોજ તાપમાનનો પારો પહોંચ્યો આસમાને
  • દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નોંધાઈ આ ઘાતક ગરમી

દુબઈ, 17 જુલાઈ: 16 જુલાઈ 2024ની બપોરે દુબઈમાં નોંધાયેલું તાપમાન નરકની ગરમીથી ઓછું ન હતું. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તાપમાન 144 ડિગ્રી ફેરનહીટ હતું. એટલે કે 62.44 ડિગ્રી સેલ્સિયસ. સાંજે પાંચ વાગ્યે તે ઘટીને 53.9 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. પરંતુ શું આટલી ગરમી કોઈપણ શહેર અને પ્રાણીઓ માટે સારી છે?

હવાનું તાપમાન પણ પહોંચ્યું હતું 42 ડિગ્રીએ

આ તાપમાન નોંધાયું તે સમયે હવા પણ ગરમ હતી. હવાનું તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસએ પહોંચી ગયું હતું. ઝાકળ બિંદુ એટલે કે ભેજનું પ્રમાણ 85 ટકા હતું. જેથી તાપમાન 62.22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એટલે કે દુબઈમાં વેટ બલ્બ ટેમ્પરેચર વાતાવરણ છે. આવા હવામાન જીવલેણ સાબિત થઈ શકે છે, આમાં જીવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

દુબઈમાં ઉનાળામાં સામાન્ય રીતે પારો 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે. અહીં ગરમી સહન કરવી એક મોટા પડકાર બરોબર જ હોય છે. આ વર્ષનું ઉનાળાનું હવામાન સમગ્ર વિશ્વમાં ખરેખર અત્યંત ગરમ હતું. અહીં એટલું બધુ વાતાવરણ ગરમ હતું કે સમગ્ર ખાડી વિસ્તારને ગૂંગળાવી નાખ્યો હતો.

ગરમ હવામાનના લે છે લોકોના જીવ

હકીકતમાં, જ્યારે સાપેક્ષ ભેજ ઊંચા તાપમાને મળે છે, ત્યારે ગરમી વધુ અનુભવાય છે. એટલે કે તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે, પરંતુ આવા વાતાવરણમાં તે 55-60 ડિગ્રી સેલ્સિયસ જેવું લાગે છે. ગલ્ફ દેશોમાં ગરમી અને ભેજનું ઘાતક મિશ્રણ થાય છે. આવી સ્થિતિમાં માનવ શરીરમાં ખૂબ પરસેવો થાય છે. વધુ પડતો પરસેવો ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે, તેનાથી શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.

વેટ બલ્બનું તાપમાન શું છે, જે પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે?

તાપમાન અને સાપેક્ષ ભેજની એકસાથે ગણતરી કરીને આપણે કોઈ ચોક્કસ સ્થળના વેટ બલ્બનું તાપમાન અથવા હીટ ઈન્ડેક્સની ગણતરી કરી શકીએ છીએ. આ બંને બાબતોને છતી કરે છે. તાપમાન અને ભેજ સાથે હીટ વેવ. વેટ બલ્બના તાપમાનમાં પાણીમાંથી નીકળતી વરાળને કારણે હવા ઠંડુ થાય છે. પરંતુ ચોક્કસ દબાણ પર.

 

શરીરમાં સતત પરસેવો થાય છે. જ્યારે તાપમાન ખૂબ વધી જાય છે, ત્યારે માત્ર પરસેવો જ માનવ શરીરનું રક્ષણ કરે છે. પરંતુ જ્યારે ગરમી વધુ હોય છે ત્યારે શરીર અને હવામાનની ઠંડકની પ્રક્રિયા ધીમી પડી જાય છે. જેના કારણે માનવ શરીર બગડવા લાગે છે. હીટ સ્ટ્રોક અથવા મૃત્યુનું જોખમ વધે છે. વેટ બલ્બ તાપમાનની આંતરરાષ્ટ્રીય શ્રેણી 30 થી 35 ડિગ્રી સેલ્સિયસ છે. જો કોઈ આનાથી ઉપર જાય તો મૃત્યુ લગભગ નિશ્ચિત છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ સાથે આવેલા તોફાનના કારણે 35 લોકોના મૃત્યુ, 230 ઘાયલ

Back to top button