ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઉંચકાયો તાપમાનનો પારો, જાણો કયુ શહેર બન્યુ ઠંડુગાર
- સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું
- 2-3 ડિગ્રી વધતા 15 ડિગ્રીથી વધારે તાપમાન રહ્યું
- દિવસ દરમિયાન પણ વાદળો જોવા મળ્યા હતા
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. જેમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યુ છે. તેમજ નલિયામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. તથા 2-3 ડિગ્રી વધતા 15 ડિગ્રીથી વધારે તાપમાન રહ્યું છે.
સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું
ગાંધીનગર, ડિસા અને મહુવામાં 16 ડિગ્રી તાપમાન છે. તથા વડોદરા, ભુજ, પોરબંદરમાં તાપમાન 17 ડિગ્રી છે. સુરેન્દ્રનગર, અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન છે. ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 5.5 ડીગ્રીનો વધારો થયો છે. બપોરે મહત્તમ તાપમાન 29.6 ડીગ્રી રહ્યું હતું. શહેરમાં ગુરૂવારે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું હતું.
દિવસ દરમિયાન પણ વાદળો જોવા મળ્યા હતા
દિવસ દરમિયાન પણ વાદળો જોવા મળ્યા હતા. ધુમ્મસ અને વાદળો વચ્ચે ગુરુવારે શહેરનું લઘુત્તમ તાપમાન 16.5 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે બપોરે મહત્તમ તાપમાન 29.6 ડીગ્રી રહ્યું હતું. શહેરના વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 84 ટકા જ્યારે સાંજે 44 ટકા જેટલું રહ્યું હતું. શહેરના લઘુત્તમ તાપમાનના પારો છેલ્લા ચાર દિવસથી ઉચકાય રહ્યો છે. સોમવારે લઘુત્તમ તાપમાન 11 ડીગ્રી રહ્યું હતું, જેમાં સતત ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાન વધ્યું હતું. જેમાં ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 5.5 ડીગ્રી જેટલો વધારો નોંધાયો હતો. જેને પગલે નગરજનોને ઠંડીમાં આંશિક રાહત થઈ હતી, જેમાં પણ છેલ્લા ચાર દિવસથી મહત્તમ તાપમાન 27થી 29 ડીગ્રી વચ્ચે રહેતાં બપોરના સમયે સામાન્ય ગરમીનો અહેસાસ નગરજનોને થઈ રહ્યો હતો.