ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં તાપમાનના પારામાં વધારો, જાણો શું છે ઠંડીની આગાહી

Text To Speech

ગુજરાત રાજ્યમાં તાપમાનના પારામાં વધારો છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતાં ઠંડી ગાયબ થઇ ગઇ છે. તેમજ ઓફિસો અને ઘરમાં અચાનકથી એસી ચાલુ કરાવાની જરૂર પડી છે. જેમાં તમામ શહેરોમાં તાપમાનનો પારો વધ્યો છે. તેમજ અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રીથી વધુ રહ્યું છે. તથા કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ઠંડીમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMCએ આ વિસ્તારોમાં TP સ્કીમમાં 142 પ્લોટની લ્હાણી કરી

આગામી ત્રણ દિવસ હવામાન સૂકું રહેવાની આગાહી

હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીની આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હવામાન સૂકું રહેવાની આગાહી છે. રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કંઈ મોટો ઘટાડો થવાની સંભાવના નથી. પરંતુ તાપમાન 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. હાલ જે સમય ચાલી રહ્યો છે તેમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે, રાત્રી દરમિયાન પડતી ઠંડીમાં આગામી ત્રણ દિવસમાં ઘટાડો થતો જશે.

આ પણ વાંચો: ગુજરાત સરકારે જંત્રીના ભાવમાં વધારો કરતા બિલ્ડરોમાં આક્રોશ, ક્રેડાઈ ગુજરાતની બેઠક લેવાશે મોટો નિર્ણય

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ઠંડીમાં ઘટાડો

રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો ગયો છે. જેમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે. તથા રાજ્યના લગભગ વિસ્તારમાં તાપમાન ઊંચુ નોંધાયું છે. તેમજ અમદાવાદ, બરોડા, દ્વારકામાં વાદળ છાયું વાતાવરણ રહી શકે છે. તો નલિયામાં હળવો પવન રહેશે. તેમજ અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી, બરોડામાં 16 ડિગ્રી રહેશે. તથા દ્વારકામાં 18.6 ડિગ્રી તો નલિયામાં 17 ડિગ્રી તાપમાન રહેશે. તેમજ રાજકોટમાં 15.6 ડિગ્રી તાપમાન રહ્યું છે.

Back to top button