નવેમ્બર શરૂ થયો છતાં ગરમીનો પારો “હાઈ”, લોકોને આશ્યર્યઃ શું ઠંડી પોતે વેકેશન પર ચાલી ગઈ?
લખનૌ, 3 નવેમ્બર : આ વર્ષે ઑક્ટોબર મહિનામાં યુપી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં રાત્રિનું સરેરાશ તાપમાન છેલ્લા 124 વર્ષમાં સૌથી વધુ હતું.
હવામાનશાસ્ત્રીઓ આનું મુખ્ય કારણ ચોમાસું પાછું ખેંચવામાં વિલંબ અને ક્યારેક ઓછા દબાણવાળા વિસ્તારોના વિકાસને ગણાવી રહ્યા છે. ઝોનલ મીટીરોલોજિકલ સેન્ટરના હવામાનશાસ્ત્રી અતુલ કુમાર સિંઘ કહે છે કે ન્યુટ્રલ નીનો કંડીશન અને સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરીમાં ઓક્ટોબર મહિના દરમિયાન સરેરાશ માસિક મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે હતું.
આ કારણે, ભારતમાં રાત્રિનું સરેરાશ લઘુતમ તાપમાન 1901 થી અત્યાર સુધીના 124 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ રહ્યું.
મધ્ય ભારત (મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ભાગો અને છત્તીસગઢ) ઓક્ટોબરના સરેરાશ તાપમાનના ચાર્ટમાં આગળ છે. દિલ્હી-એનસીઆર 1901 પછી રેકોર્ડ પર બીજું સૌથી ગરમ હતું. હવામાન વિભાગે સંકેત આપ્યા છે કે નવેમ્બરના પ્રથમ બે સપ્તાહ બાદ તાપમાનમાં ઘટાડો થશે.
આ પણ વાંચો : ‘સિગારેટ અને ગરમ સળીયાથી આપ્યા ડામ, ઘરના ટોયલેટમાંથી સગીરાનો મળ્યો મૃતદેહ