ગુજરાતના આ શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધુ, જાણો અમદાવાદની સ્થિતિ
- આગામી 11 નવેમ્બર સુધી અમદાવાદનું તાપમાન 37ની આસપાસ જ રહેશે
- કેટલાક શહેરોમાં રાત્રિનું તાપમાન 20 ડિગ્રીથી નીચે જતાં ઠંડીના ચમકારાનો પ્રારંભ
- ગાંધીનગરમાં 19.4 ડિગ્રી સાથે સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું
ગુજરાતમાં કેટલાક શહેરોમાં દિવસ દરમિયાન ઉનાળાનો તાપ હોય તેવું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. જ્યારે કેટલાક શહેરોમાં રાત્રિનું તાપમાન 20 ડિગ્રીથી નીચે જતાં ઠંડીના ચમકારાનો પ્રારંભ થઇ ગયો છે.
આગામી 11 નવેમ્બર સુધી અમદાવાદનું તાપમાન 37ની આસપાસ જ રહેશે
જેમા અમદાવાદમાં શહેરમાં 36.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. તેમજ બે નવેમ્બરે 36.9, 3 નવેમ્બરે 36.6 અને ચોથી નવેમ્બરે 37.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 11 નવેમ્બર સુધી અમદાવાદનું તાપમાન 37ની આસપાસ જ રહેશે.
ગાંધીનગરમાં 19.4 ડિગ્રી સાથે સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું
મંગળવારે રાત્રિએ 21.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.6 ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં 11 નવેમ્બર બાદ ઠંડીનો ચમકારો વધવા લાગે તેવી સંભાવના છે. તેમજ મંગળવારે દિવસ દરમિયાન રાજકોટ-ડીસામાં 38.4, ભુજમાં 37.3, ગાંધીનગરમાં 37.2, પોરબંદરમાં 36.5, ભાવનગરમાં 36, સુરતમાં 35.7, વડોદરામાં 35.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન હતું. ગત રાત્રિએ દાહોદમાં 17.1 અને ગાંધીનગરમાં 19.4 ડિગ્રી સાથે સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો: વડોદરા: ઓનલાઇન ચંપલ મંગાવવા મહિલાને પડ્યા ભારે, રૂ.1.98 લાખ ગુમાવ્યા