- કચ્છના નલિયામાં 10 ડિગ્રી તાપમાન થવાની શક્યતા
- 31મી ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી
- જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન
ગુજરાતમાં 17 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે ગયુ છે. જેમાં નવા વર્ષની ઠંડી બાબતે અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગાહી અનુસાર 31મી ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે ઠંડીનું પ્રમાણ વધશે.
કચ્છના નલિયામાં 10 ડિગ્રી તાપમાન થવાની શક્યતા
કચ્છના નલિયામાં 10 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે. અમદાવાદના વિસ્તારમાં 15 ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની શક્યતા છે. તો 29થી 31 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર રહેશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. તેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડયું છે. ત્યારે 17 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે.
જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન
અમદાવાદ 16.4 ડિગ્રી, ગાંધીનગર 15.4 ડિગ્રી, રાજકોટ 13.6 ડિગ્રી,સુરેન્દ્રનગર 14.8 ડિગ્રી, વડોદરા 15.2 ડિગ્રી, ભુજ 13.7 ડિગ્રી, કંડલા 14.5 ડિગ્રી, સુરત 17.4 ડિગ્રી, ભાવનગર 16.8 ડિગ્રી, પોરબંદર 15.6 ડિગ્રી, ડીસા 13.4 ડિગ્રી , વલ્લભવિદ્યાનગર 16.0 ડિગ્રી, કેશોદ 15.5 ડિગ્રી, મહુવા 15.9 ડિગ્રી તપામાન પહોંચ્યું છે. જેમાં પવનનોની દિશા બદલાતા તાપમાન ઘટયું છે. ડિસેમ્બરના અંત એટલે કે વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયા અને નવા વર્ષની શરૂઆત હાડ થીજવતી ઠંડી પડશે. આજથી ગાત્રો થીજવતી ઠંડીનો દોર શરૂ થશે. તેજ પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે. હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે. 29 ડિસેમ્બરથી જબરદસ્ત કાતિલ ઠંડી રહેશે. જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન અંબાલાલ પટેલે કર્યું છે.