ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર, જાણો કરાઇ ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની આગાહી
- હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં વાતાવરણ સુક્કું રહેશે
- રાજકોટમાં 41, સુરેન્દ્રનગરમાં 41.1 ડિગ્રી તાપમાન
- તા.13ના રોજ બનાસકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતા
ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર થયુ છે. જેમાં સૌથી વધુ તાપમાન ભુજમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની આગાહી કરવામાં આવી છે. તથા ડીસામાં 41.1, અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે વાસી ભાત ખાવાથી 7 બાળકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મૃત્યુ
રાજકોટમાં 41, સુરેન્દ્રનગરમાં 41.1 ડિગ્રી તાપમાન
રાજકોટમાં 41, સુરેન્દ્રનગરમાં 41.1 ડિગ્રી તાપમાન સાથે ભુજમાં 41.7ડિગ્રી, કંડલામાં 40.7 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ થયા છે. ચૈત્ર માસના પ્રારંભ પૂર્વે જ સૂર્યનારાયણના આકરા તેવર જોવા મળ્યા છે. રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણમાં ગરમીનો પારો 42 ડિગ્રીને આંબી ગયો હતો. મહત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ સુધી કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે.
હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં વાતાવરણ સુક્કું રહેશે
હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં વાતાવરણ સુક્કું રહેશે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમની રહેશે. તાપ અને ભેજયુક્ત હવાની સ્થિતિ દરિયાકાંઠા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ અનુભવાશે. તા.12ના રોજ નવસારી, વલસાડ, સુરતમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. તા.13ના રોજ બનાસકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને આંબી ગયો હતો. પાટનગરમાં 39.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.