

- આવનારા સમયમાં તાપમાન વધે તેવી શક્યતાઓ
- અમદાવાદમાં 18 ડિગ્રી અને ગાંધીનગરમાં 16.8 ડિગ્રી તાપમાન
- આગામી ત્રણ દિવસમાં હજુ ઠંડીનું પ્રમાણ વધશે
ગુજરાતના 9 શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું છે. જેમાં નલિયા 12.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ શહેર બન્યુ છે. તેમજ અમદાવાદમાં 18 ડિગ્રી, ગાંધીનગરમાં 16.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. શહેરમાં ઠંડીનો ચમકારો ચાલુ થયો છે.
અમદાવાદમાં 18 ડિગ્રી અને ગાંધીનગરમાં 16.8 ડિગ્રી તાપમાન
શિયાળાની શરૂઆત થતાંની સાથે જ રાજ્યમાં અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે આગાહી અનુસાર શહેરમાં આવનારા 3 દિવસમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. રાજ્યમાં 9 શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન જોવા મળી રહ્યું છે. નલિયામાં 12.8 સાથે સૌથી વધુ ઠંડી જોવા મળી છે તો સાથે જ અમદાવાદમાં 18 ડિગ્રી અને ગાંધીનગરમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસા, ભુજમાં 17 ડિગ્રી, વડોદરામાં 17.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. તો સાથે આગામી ત્રણ દિવસમાં હજુ ઠંડીનું પ્રમાણ વધશે.
આવનારા સમયમાં તાપમાન વધે તેવી શક્યતાઓ
લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા તાપમાન 2 ડિગ્રી વધારે જોવા મળી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આવનારા સમયમાં તાપમાન વધે તેવી શક્યતાઓ જોવા મળે છે.