ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં 7 શહેરોમાં તાપમાન 17 ડિગ્રીથી નીચે, જાણો ઠંડી બાબતે અંબાલાલ પટેલે શું કરી આગાહી

Text To Speech
  • ગુજરાતમાં ફરી એક વખત માવઠુ પડી શકે છે
  • અન્ય 7 શહેરોમાં તાપમાન 18 ડિગ્રી આસપાસ
  • 9 થી 13 ડિસેમ્બર દરમિયાન નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય

ગુજરાતમાં 7 શહેરોમાં તાપમાન 17 ડિગ્રીથી નીચે ગયુ છે. જેમાં વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસર દેખાઇ છે. ત્યારે અન્ય 7 શહેરોમાં તાપમાન 18 ડિગ્રી આસપાસ છે. ત્યારે સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી રહ્યું છે. તેમજ અમદાવાદમાં 18.4 ડિગ્રી, ગાંધીનગરમાં 16.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.

9 થી 13 ડિસેમ્બર દરમિયાન નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય

ઉલ્લેખનીય છે કે ભુજમાં 15.2 ડિગ્રી , રાજકોટમાં 16.0 ડિગ્રી, ડીસામાં 15.6 ડિગ્રી, કેશોદમાં 17.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. 9 થી 13 ડિસેમ્બર દરમિયાન નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે જમ્મુ સિવાય લેહ લદ્દાખમાં પણ હિમવર્ષા થવાની છે. જેના કારણે ઠંડીમાં હજુ વધારો થશે. હવામાનશાસ્ત્રીઓના મતે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થશે. મહત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થશે નહીં કારણ કે બપોરના સમયે આકાશમાં તડકો રહેશે જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થશે નહીં.

ડિસેમ્બરના ત્રીજા કે ચોથા સપ્તાહ દરમિયાન ઠંડી આકરી હોય છે

ગુજરાતમાં આગામી 5 દિવસના વાતાવરણને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં તાપમાન સામાન્ય રહેશે. આ સાથે ઠંડીનો પ્રકોપ હાલ વધુ નહિ રહે તેવું પણ વિભાગ દ્વારા કહેવાયું છે. દિવસના તાપમાનમાં ઘટાડો વરસાદ અથવા ધુમ્મસને કારણે વધુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. ડિસેમ્બરના ત્રીજા કે ચોથા સપ્તાહ દરમિયાન ઠંડી આકરી હોય છે.

ગુજરાતમાં ફરી એક વખત માવઠુ પડી શકે છે

ગુજરાતમાં ફરી એક વખત માવઠુ પડી શકે છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનો પારો ગગડશે. હવામાન નિષ્‍ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. અંબાલાલના જણાવ્યા અનુસારસ, ગુજરાતમાં લધુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત સર્જાશે. 12થી 15 ડિસેમ્બરમાં વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ આવશે.

Back to top button