ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

તેલુગુ સ્ટાર નાગાર્જુનના કન્વેન્શન સેન્ટર પર ચાલ્યું બુલડોઝર, અભિનેતાએ કોર્ટમાં રાહતની માંગ કરી

  • ગેરકાયદે બાંધકામના આરોપમાં 10 એકરની મિલકત પર બુલડોઝર ચલાવવાથી નાગાર્જુન નારાજ

નવી દિલ્હી, 24 ઓગસ્ટ: તેલુગુ સ્ટાર નાગાર્જુન અક્કીનેની ફિલ્મો સિવાય  અન્ય બાબતોને લઈને પણ ચર્ચામાં રહે છે. હવે નાગાર્જુન પર મુશ્કેલીના વાદળો ઘેરાઈ રહ્યા છે. આ દિવસોમાં નાગાર્જુન HYDRA દ્વારા N કન્વેન્શન સેન્ટરને તોડી પાડવા માટે ચર્ચામાં છે. આરોપ છે કે, આ કન્વેન્શન સેન્ટર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે. હૈદરાબાદમાં 10 એકરમાં ફેલાયેલી તેમની આ મિલકત પર બુલડોઝર ફરી વળ્યું છે, જેને લઈને અભિનેતાએ પોતાનું દુઃખ પણ વ્યક્ત કર્યું છે. નાગાર્જુન અક્કીનેનીને દક્ષિણ સિનેમાના મહાન અભિનેતા માનવામાં આવે છે. તાજેતરમાં દક્ષિણ સિનેમાના મોટા અભિનેતા નાગાર્જુન એક્કીનેનીએ તેમના પુત્ર નાગા ચૈતન્યની સગાઈના સારા સમાચાર શેર કર્યા હતા. નાગા ચૈતન્યની સગાઈ શોભિતા ધૂલીપાલા સાથે થઈ છે.

નાગાર્જુનની મિલકત પર બુલડોઝર 

ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રોપર્ટી પ્રોટેક્શન એજન્સીએ શુક્રવારે નાગાર્જુનમાં એન કન્વેન્શન સેન્ટર પર બુલડોઝર ચલાવ્યું હતું. અહેવાલો અનુસાર, આરોપ છે કે જાહેર જમીન પર ગેરકાયદે બાંધકામ દ્વારા કન્વેન્શન સેન્ટર બનાવવામાં આવ્યું છે. ફરિયાદમાં કહેવાયું છે કે, તળાવની બાજુમાં આવેલી સાડા ત્રણ એકર જમીન પર કબજો કરીને આ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ પછી હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (HYDRA)ના અધિકારીઓએ તપાસ શરૂ કરી અને હવે અભિનેતાએ આ ઘટના પર પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

અભિનેતાએ આ વાત કહી

નાગાર્જુને પ્રોપર્ટી પર ચાલતા બુલડોઝર અંગે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, “કન્વેન્શન સેન્ટરના નિર્માણ માટે કોઈપણ રીતે કોઈ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. જે જમીન પર આ સેન્ટર બનાવવામાં આવ્યું છે તે જમીન ભાડે લીધેલી છે અને તેના માટે કોઈ ભાગ તોડવામાં આવ્યો નથી. આ ઈમારત ખાનગી જમીન પર બનેલી છે અને કોર્ટે આ ઈમારત પર સ્ટે ઓર્ડર જારી કર્યો છે જેના માટે અગાઉ ડિમોલિશન નોટિસ જારી કરવામાં આવી હતી.”

આ પણ જૂઓ: સમજી વિચારીને બોલો, અરશદના જોકર વાળા નિવેદન પર કલ્કિના ડિરેક્ટરે આપ્યો જવાબ

Back to top button