ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

તેલુગુ એક્ટર પોસાની કૃષ્ણ મુરલીની ધરપકડ, પવન કલ્યાણ પર કરી હતી અભદ્ર ટિપ્પણી

Text To Speech
  • વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના નેતા પોસાની કૃષ્ણ મુરલીની બુધવારે આંધ્ર પ્રદેશ પોલીસે તેમના હૈદરાબાદ સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી

HD ન્યુઝ ડેસ્કઃ તેલુગુ અભિનેતા-પટકથા લેખક અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના નેતા પોસાની કૃષ્ણ મુરલીની બુધવારે આંધ્ર પ્રદેશ પોલીસે તેમના હૈદરાબાદ સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. પોસાણી પર આંધ્રપ્રદેશના કેબિનેટ મંત્રી પવન કલ્યાણ, મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ અને મંત્રી નારા લોકેશ પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. ધરપકડ સમયે પોસાનીએ પોલીસ ટીમ સામે વાંધો ઉઠાવ્યો હતો, જેનો વીડિયો સામે આવ્યો છે.

પોસાનીએ પોલીસ સાથે કરી દલીલ

વીડિયોમાં મુરલી ધરપકડનો વિરોધ કરતો અને પોલીસકર્મીઓ સાથે ઉગ્ર દલીલ કરતો જોઈ શકાય છે. વીડિયોમાં મુરલી પોલીસકર્મીઓને કહેતો જોવા મળે છે કે તે તેમની સાથે પોલીસ સ્ટેશન નહીં જાય. તેણે પોલીસને એમ પણ કહ્યું કે તે બીમાર છે અને તેની સારવાર ચાલી રહી છે, પરંતુ જ્યારે અધિકારીઓએ તેની વાત ન સાંભળી, ત્યારે તેણે પોલીસકર્મીઓ સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. જોકે બાદમાં પોલીસે પોસાનીના પરિવારને ધરપકડ વોરંટ જારી કર્યું અને તેમની ધરપકડ કરી.

ઉલ્લેખનીય છે કે મુરલી વિરુદ્ધ ઓબુલાવરિપલ્લિ પોલીસ સ્ટેશનમાં અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, સાથે જ SC/ST એક્ટ હેઠળ પણ આરોપો દાખલ કરવામાં આવ્યા છે.

શું છે મામલો?

નવેમ્બર 2024માં તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના એક નેતાએ પોસાણી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે પોસાણીએ ચંદ્રાબાબુ નાયડુ, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ વિરુદ્ધ ખોટા આરોપો લગાવ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અપમાનજનક અને જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી. આનાથી મુખ્યમંત્રીની છબી ખરડાઈ. ત્યારબાદ, પોસાની વિરુદ્ધ આઈપીસીની કલમ 196, 353 (2), 111 અને SC/ST 3(5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ રસ્તા ખરાબ છે તો ટોલ શેનો લો છો? હાઇકોર્ટનો મોટો ફેંસલો

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button