ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત: સપ્તાહમાં બાકી રહેલા MLAની શપથવિધિ થશે, વિધાનસભાના અધ્યક્ષપદે આ નેતા નક્કી થયા

ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત નવી સરકારના 16 મંત્રીઓએ શપથ લીધા છે. ત્યારે  15મી વિધાનસભાની રચના માટે 182માંથી બારી રહેલા ધારાસભ્યોની શપથવિધી યોજાશે. જેના માટે પ્રોટેમ સ્પિકર નિયુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. અલબત્ત 15મી વિધાનસભાના અધ્યક્ષ તરીકે થરાદના શંકર ચૌધરીનું નામ લગભગ નક્કી હોવાનું ભાજપમાંથી જાણવા મળ્યુ છે.

આ પણ વાંચો: 2023 વાઈબ્રન્ટ ગુજરાત સમિટ નહી યોજાય, જાણો શું છે કારણ

165 નવા ચૂંટાયેલા જનપ્રતિનિધી આગામી સપ્તાહે શપથ લેશે

નવી સરકારની રચના થતા મંત્રીઓને દરમહિને રૂપિયા બે લાખ પગાર, ભથ્થા અને મોટરકારનું મીટર 12 ડિસેમ્બરને સોમવારની બપોરથી જ શરૂ થઈ ગયુ છે. મુખ્યમંત્રી સહિત 17ને બાદ કરતા બાકીના 165 નવા ચૂંટાયેલા જનપ્રતિનિધી આગામી સપ્તાહે પ્રોટેમ સ્પીકર ધારાસભ્યપદના શપથ લેવડાવશે તો પણ જ્યાં સુધી વિધાનસભાનું પ્રથમ સત્ર નહિ મળે ત્યાં સુધી તેમને કોઈ જ વેતન કે વળતર મળી શકશે નહી ! આ માટે થઈને પણ વિધાનસભાની બેઠકની પણ તૈયારીઓ આદરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારમાં કોંગ્રેસ વિપક્ષ બને તો વિરોધપક્ષના આ નેતા થયા ફાઇનલ

હાઈકમાન્ડે તેમને હાલ મંત્રી બનાવ્યા નથી

નવી સરકારમાં પાંચ ટર્મના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીનો મંત્રીમંડળમાં સમાવેશ કરવાને બદલે ભાજપમાંથી તેમને વિધાનસભાના અધ્યક્ષપદ માટે પસંદ કર્યાનુ બહાર આવ્યુ હતુ. 15મી વિધાનસભાની હજી રચના થઈ નથી, અધ્યક્ષપદની ચૂંટણીની અધિસૂચના પણ પ્રસિધ્ધ થઈ નથી એ તબક્કે તેની સત્તાવાર જાહેરાતનો ઈન્કાર કરતા ભાજપના ટોચના આગેવાને કહ્યુ કે, નવા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ ફાઈનલ થશે. બનાસ ડેરીના ચેરમેનપદે રહેતા તેમણે ઉત્તરપ્રદેશમાં ગુજરાત જેમ સહકારી મંડળીઓ થકી દૂધ ઉત્પાદનને નેટવર્ક વધારી રહ્યા છે. પ્રણાલિ મુજબ આગળ જતાં તેમને સરકારમાં સિનિયર પોઝિશન મળી શકે છે. આથી, હાઈકમાન્ડે તેમને હાલ મંત્રી બનાવ્યા નથી.

અધ્યક્ષની ચૂંટણી પણ નામ માત્રની

પ્રોટેમ સ્પિકર દ્વારા નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી બાદ નવા વર્ષે ફ્રેબુઆરીમાં વિધાનસભાનું પ્રથમ સત્ર મળશે. ત્યારે નવા અધ્યક્ષની ચૂંટણીમાં શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મુકાશે. નવી વિધાનસભામાં પહેલીવાર વિપક્ષના સભ્યોનું બળ આંગળીના વેઢે ગણી શકાય એટલુ જ રહ્યુ છે. આ સ્થિતિમાં અધ્યક્ષની ચૂંટણી પણ નામ માત્રની બની રહેશે.

Back to top button