ટેલી-માનસ હેલ્પલાઈન પર 10 લાખથી વધુ કોલ્સ પ્રાપ્ત થયા, ઓક્ટોબર 2022 માં શરૂ થયો હતો હેલ્થ પ્રોગ્રામ
- તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 51 ટેલિમાનસ સેલ કાર્યરત
- પ્લેટફોર્મ દરરોજ સરેરાશ 3,500 કોલ્સ મેળવે છે
દિલ્હી, 29 મે: નેશનલ ટેલી-મેન્ટલ હેલ્થ પ્રોગ્રામે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ટેલિ-માનસ ટોલ-ફ્રી નંબર પર અત્યાર સુધીમાં 10 લાખથી વધુ કોલ્સ આવ્યા છે. એટલે કે દરરોજ સરેરાશ 3,500 કોલ્સ પ્રાપ્ત થયા છે. તે કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબર 2022 માં સમગ્ર દેશમાં માનસિક સ્વાસ્થ્ય સેવા વિતરણને વધારવા માટે શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 51 ટેલિ-માનસ સેલ કાર્યરત છે.
બુધવારે, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં માનસિક સ્વાસ્થ્ય સેવાઓ વિશે વધતી જાગૃતિને કારણે ટેલિ-માનસ હેલ્પલાઇન પર કૉલ કરનારા લોકોની સંખ્યામાં સતત વધારો થયો છે. ડિસેમ્બર 2022માં આ નંબર પર લગભગ 12,000 કોલ્સ આવ્યા હતા, જે મે 2024માં વધીને 10 લાખથી વધુ થઈ ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ટેલિ-માનસ પ્લેટફોર્મ આજે એક આવશ્યક પ્લેટફોર્મ બની ગયું છે, જેમાં ડિજિટલ નેટવર્કની સ્થાપના કરીને વ્યાવસાયિકો દ્વારા સહાય પૂરી પાડવામાં આવી રહી છે. નોંધનીય છે કે ટેલિમાનસ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 14416 અથવા 1-800-891-4416 પર ઘણી ભાષાઓમાં સહાય પૂરી પાડવામાં આવે છે. આ નંબરો પર ફોન કરતા લોકોને મફત આરોગ્ય સલાહ અને સારવાર સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ટેલિમાનસ દેશ દ્વારા સામનો કરી રહેલા માનસિક સ્વાસ્થ્યના પડકારોનો સામનો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
આ પણ વાંચો: LIC પણ વેચશે હેલ્થ ઈન્સ્યોરન્સ! કંપની આ સેક્ટરમાં ઝંપલાવવાની કરી રહી છે તૈયારી