ટોપ ન્યૂઝનેશનલ

સિકંદરાબાદની હોટલમાં લાગી આગ, જીવ બચાવવા લોકોએ લગાવી છલાંગ, 8ના મોત

Text To Speech

તેલંગાણાના સિકંદરાબાદમાં એક હોટલમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 8 લોકોના મોત થયા છે. જયારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. હૈદરાબાદના પોલીસ કમિશનર સીવી આનંદે જણાવ્યું હતું કે આગ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિક સ્કૂટર રિચાર્જિંગ યુનિટમાં લાગી હતી. જે પહેલા અને બીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. હૈદરાબાદના કમિશ્નરે કહ્યું કે અહીં ઘણા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડીંગ પરથી કૂદકો માર્યો હતો. સ્થાનિક લોકો તેમના બચાવમાં આગળ આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે ફાયરની ટીમ હાજર છે. આગ ઓલવવાનું કામ ચાલુ છે.

ગૃહમંત્રીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે

રાજ્યના ગૃહમંત્રી મોહમ્મદ મહમૂદ અલીએ આ ઘટનાની તપાસની માંગ કરી છે. “તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે,” તેમણે કહ્યું. ફાયર બ્રિગેડની ટીમ લોજમાંથી લોકોને બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે, પરંતુ ભારે ધુમાડાને કારણે કેટલાક લોકોના મોત થયા હતા. લોજમાંથી કેટલાક લોકોને બચાવી લેવાયા છે. આ ઘટના કેવી રીતે બની તેની અમે તપાસ કરી રહ્યા છીએ.

PM મોદીએ 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગની આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, તેલંગાણાના સિકંદરાબાદમાં આગને કારણે થયેલા જાનહાનિથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. દરેક મૃતકના પરિજનોને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

Back to top button