તેલંગાણાના મંત્રીએ અભિનેત્રી સમંથાની માંગી માફી, છૂટાછેડા પર આપ્યું હતું વિવાદિત નિવેદન
- વન મંત્રી કોંડા સુરેખાએ ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે.ટી.રામારાવ પર ગંભીર આરોપ લગાવ્યા હતા
હૈદરાબાદ, 03 ઓક્ટોબર: નેતા KTRને સમંથા-નાગાના છૂટાછેડા સાથે જોડવા બદલ તેલંગાણાના મંત્રીએ માફી માંગી છે. તેમણે કહ્યું કે, તેઓ પોતાની ટિપ્પણીઓ બિનશરતી પાછી ખેંચી રહ્યા છે. હકીકતમાં, આ મામલે ત્યારે હોબાળો થયો જ્યારે તેલંગાણાના વન મંત્રી કોંડા સુરેખાએ ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે.ટી.રામારાવ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે અભિનેતા નાગા ચૈતન્ય અને સમંથા રૂથ પ્રભુના છૂટાછેડા માટે KTRને જવાબદાર ઠેરવ્યા હતા. એટલું જ નહીં, મંત્રીએ પોતાના આરોપોમાં ડ્રગ્સ અને બ્લેકમેલિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Konda Surekha garu, dragging personal lives into politics is a new low. Public figures, especially those in responsible positions like you, must maintain dignity and respect for privacy. It’s disheartening to see baseless statements thrown around carelessly, especially about the…
— Jr NTR (@tarak9999) October 2, 2024
વન મંત્રીએ માઈક્રોબ્લોગિંગ સાઈટ ‘X’ પર લખ્યું કે, ‘મારી કોમેન્ટનો ઈરાદો મહિલાઓ પ્રત્યે અન્ય કોઈ નેતાની હીનતા પર સવાલ ઉઠાવવાનો હતો. મારો ઈરાદો સમંથા, તમારી ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. તમે જે રીતે આત્મવિશ્વાસ સાથે મોટા થયા છો તે મારા માટે માત્ર પ્રશંસનીય નથી, પરંતુ એક આદર્શ પણ છે. જો તમે અથવા તમારા ચાહકોને મારી ટિપ્પણીઓથી દુઃખ થયું હોય, તો હું મારી ટિપ્પણીઓ બિનશરતી પાછી ખેંચી લઉં છું.. વધુ વિચારશો નહીં.
મંત્રી કે. સુરેખાએ KTR પર શું આરોપો લગાવ્યા?
મારું નામ રાજકીય લડાઈથી દૂર રાખો: સમંથા
અભિનેત્રી સમંથા રૂથ પ્રભુએ તેલંગાણાના મંત્રી કે. સુરેખાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી. સમંથાએ કહ્યું હતું કે, “તેમના છૂટાછેડા અંગત બાબત છે.” ઉલ્લેખનીય છે કે, સમંથાએ બુધવારે સાંજે સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરીમાં સ્પષ્ટતા કરી હતી કે, તેમના છૂટાછેડા પરસ્પર સંમતિ અને સૌહાર્દપૂર્ણ રીતે થયા હતા, તેમાં કોઈ રાજકીય ષડયંત્ર સામેલ ન હતું. સમંથાએ લોકોને તેમના છૂટાછેડા વિશે અટકળો બંધ કરવા વિનંતી પણ કરી હતી.
નાગાર્જુને મંત્રી સુરેખા પર નિશાન સાધ્યું હતું
મંત્રી કે. સુરેખાની ટિપ્પણીએ રાજ્યમાં ભારે વિવાદ ઉભો કર્યો હતો, જેમાં કેટલાક BRS નેતાઓ તેમજ તેલુગુ ફિલ્મ અભિનેતા નાગાર્જુન અક્કીનેનીએ તેની નિંદા કરી હતી. અભિનેતા નાગાર્જુને કહ્યું હતું કે, મંત્રીએ તેના વિરોધીઓની ટીકા કરવા માટે ફિલ્મ સ્ટાર્સના અંગત જીવનનો ઉપયોગ કરવો જોઈએ નહીં, અને તેમણે અન્યની ગોપનીયતાનું સન્માન કરવા વિનંતી કરી હતી.
છૂટાછેડા ઓક્ટોબર 2021માં થયા હતા
મહત્ત્વપૂર્ણ છે કે, અભિનેતા નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્યના પહેલા લગ્ન અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ સાથે થયા હતા. આ કપલે ઓક્ટોબર 2021માં એક સંયુક્ત નિવેદન દ્વારા સોશિયલ મીડિયા પર તેમના અલગ થવાની જાહેરાત કરી હતી.
આ પણ જૂઓ: અઝહરુદ્દીનની મુશ્કેલીઓ વધી, મની લોન્ડરિંગના મામલામાં EDએ નોટિસ મોકલી