ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સુંદરરાજને આપ્યું રાજીનામું, લડી શકે છે લોકસભા ચૂંટણી

Text To Speech
  • તમિલિસાઈ સુંદરરાજને પાસે પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરના પદ પરથી પણ સોંપ્યું રાજીનામું 

હૈદરાબાદ, 18 માર્ચ: તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને રાજીનામું આપી દીધું છે. તેમની પાસે પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો પણ છે. આ પદ પરથી પણ તેઓએ રાજીનામું સોંપ્યું છે. એવું માનવામાં આવે છે કે, તેમણે ચૂંટણીના રાજકારણમાં ફરીથી પ્રવેશ કરવા માટે તેમના પદ પરથી રાજીનામું દિલ્હી મોકલ્યું છે. સુંદરરાજન 2019 સુધી તમિલનાડુ ભાજપના પ્રમુખ રહ્યા હતા. સપ્ટેમ્બર 2019માં, તેમની તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

ભાજપ દ્વારા જાહેર થનારી ત્રીજી યાદીમાં નામ હોવાની શક્યતા

કિરણ બેદીને હટાવ્યા બાદ તેમને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતા કુમારી અનંતની પુત્રી તમિલિસાઈ સુંદરરાજને રાજ્યપાલ બન્યા પહેલા ભાજપમાં બે દાયકાથી વધુ સમય વિતાવ્યો હતો. તમિલિસાઈ સુંદરરાજન ભાજપના તમિલનાડુના પૂર્વ અધ્યક્ષ હતા. રાજીનામા આપવાને કારણે તેઓ 2024માં તમિલનાડુમાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમણે દિલ્હીમાં રાજીનામું આપી દીધું છે. ભાજપ દ્વારા જાહેર થનારી ત્રીજી યાદીમાં તેમનું નામ હોવાની શક્યતા છે. તેમણે સોમવારે સવારે રાષ્ટ્રપતિને પોતાનો પત્ર મોકલ્યો હતો જે સાંજ સુધીમાં સ્વીકારી લેવામાં આવશે. જેથી હવે ગવર્નર બન્યા બાદ તમિલિસાઈ સુંદરરાજન ચૂંટણીના રાજકારણમાં પરત ફરશે.

આ પણ જુઓ: ભાજપને 2018 થી 2023 સુધીમાં 8 વખત 1 જ દિવસમાં મળ્યું રૂ.100 કરોડથી વધુનું દાન

Back to top button