ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તેલંગાણા સરકારે અદાણીના 100 કરોડના ફંડિંગનો કર્યો અસ્વીકાર, જાણો કારણ

તેલંગાણા, 25 નવેમ્બર:  અમેરિકાના વકીલોએ અદાણી ગ્રુપ પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. જેના કારણે તેલંગાણા સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને અદાણી ગ્રૂપના 100 કરોડ રૂપિયાનું ફંડિંગ ફગાવી દીધું છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ(Chief Minister Revanth Reddy) કહ્યું છે કે યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટી(Young India Skill University) માટે રાજ્ય સરકારે અદાણી ગ્રુપ(Adani Group) સહિત કોઈપણ સંસ્થા પાસેથી કોઈ પૈસા કે દાન લીધું નથી. રેડ્ડીએ કહ્યું, “તેલંગાણા સરકારે અદાણી જૂથને પત્ર લખ્યો છે કે સ્કિલ યુનિવર્સિટી(Young India Skill University) માટે આપવામાં આવેલ 100 કરોડ રૂપિયાનું દાન સ્વીકારવામાં આવશે નહીં.”

તેમણે કહ્યું, “રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું છે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે ટેન્ડરો મંગાવા જોઈએ. યોગ્ય વ્યવસ્થિત પ્રક્રિયા સાથે લોકતાંત્રિક રીતે ટેન્ડરોની ફાળવણી કરવામાં આવશે. પછી તે અદાણી, અંબાણી કે ટાટા હોય.”

CMએ કહ્યું, “ઘણી કંપનીઓએ યંગ ઈન્ડિયા સ્કીલ્સ યુનિવર્સિટીને(Young India Skill University) ફંડ આપ્યું છે. તેવી જ રીતે અદાણી ગ્રુપે પણ 100 કરોડ રૂપિયા આપવાની ઓફર કરી છે. હું રાજ્ય સરકારના નિર્ણયને પુનરોચ્ચાર કરવા માંગુ છું કે તે અદાણી ગ્રુપ પાસેથી 100 કરોડ રૂપિયા લેશે નહીં. “

ગૌતમ અદાણીએ 18 ઓક્ટોબરે 100 કરોડનો ચેક આપ્યો હતો
18 ઓક્ટોબરે ગૌતમ અદાણીએ યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટીની(Young India Skill University) સ્થાપના માટે રેડ્ડીને 100 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. આ દાનની વિરોધ પક્ષોએ આકરી ટીકા કરી હતી. ભાજપ અને બીઆરએસએ કોંગ્રેસ પર અદાણી વિશે બે વાતો કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું હતું કે, “રાહુલ ગાંધી આખો દિવસ ‘અદાણી અદાણી’ની બૂમો પાડે છે. જ્યારે તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી આગળ વધીને ગૌતમ અદાણી(Gautam Adani) પાસેથી ‘દાન’ લે છે.

BRSના કાર્યકારી પ્રમુખ કેટી રામા રાવ (KTR)એ કહ્યું, “એક તરફ રાહુલ ગાંધી અને કોંગ્રેસ PM નરેન્દ્ર મોદી અને અદાણીને ‘મોદાની’ કહે છે અને તેમની મિત્રતાનો વિરોધ કરે છે. પરંતુ તેલંગાણામાં, અમે જોઈ રહ્યા છીએ કે રેવંત અને અદાણી ‘રેવદાણી’ છે. રાહુલ ગાંધી અને અદાણીને ‘રાગદાણી’ પણ કહી શકાય.

 

આ પણ વાંચો : Election results: ‘ઓ સ્ત્રી! રક્ષા કરજે !’ જાણો મહિલાઓ કેવી રીતે પાર્ટીઓ માટે બની તારણહાર

કોંગ્રેસ 101 સીટો પર લડી ચૂંટણી, 20 સીટો પણ નસીબ ન થઈ, મહારાષ્ટ્રના પરિણામોએ કર્યા નિરાશ 

કેન્દ્રમાં નરેન્દ્ર, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર! શું ભાજપને મળશે ઐતિહાસિક જીતનો તાજ?

31 વર્ષમાં થયો કમાલ, યુપીના મુસ્લિમોએ ભાજપને આપ્યો મત

ઉછીના પૈસા લઈ શેર બજારમાં કર્યું રોકાણ, આ 3 શેર ખરીદ્યા અને કિસ્મત ખુલી ગઈ…આજે છે કરોડપતિ

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button