ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તેલંગાણા: વિધાનસભા પરિણામ બાદ BRSના કાર્યાલય સુમસામ

હૈદરાબાદ, 03 ડિસેમ્બર: આજે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. ત્યારે તેલંગાણામાં પણ આજે વહેલી સવારેથી જ મતગણતરી ચાલી રહી છે. તેલંગાણા વિધાનસભા પરિણામ જોવા જઈએ તો ત્રણ ટમથી તેલંગાણામાં સરકાર ચલાવી રહેલ પાર્ટી BRSને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. હાલમાં તેલંગાણામાં કોંગ્રેસ લીડથી જીત મેળવી રહી છે. ત્યારે બીજી બાજુ ત્રણ-ત્રણ ટમ સરકાર ચલાવ્યા પછી પાર્ટીએ સત્તા ખોવાથી BRSનું કાર્યાલય સુમસામ બન્યું છે.

BRSના કાર્યાલયની એક તસ્વીર સામે આવી જેમાં જોઈ શકાય છે કે, BRSના કાર્યાલય પર માત્ર ચોકીદાર જ દેખાઈ રહ્યો છે. બાકી કોઈ BRSના નેતા કે કોઈ ઉમેદવાર કે કોઈ પણ કાર્યકર્તા જોવા મળી રહ્યો નથી. આ કાર્યાલયના ફોટાને જોઈને અનુમાન લગાવી શકાય કે BRSના નેતાઓ અને કાર્યકર્તાઓ પોતાની સરકાર જવાના કારણે કાર્યાલય પર આવ્યા નથી.

તેલંગાણામાં હાલ મતગણતરી ચાલુ છે, જેમાં કોંગ્રેસ જીતની નજીક

  • કોંગ્રેસ: 64 બેઠક પર આગળ
  • BRS: 40 બેઠક પર આગળ
  • ભાજપ: 08 બેઠક પર આગળ
  • AIMIM: 06 બેઠક પર આગળ
  • અન્ય: 01 બેઠક આગળ
  • ટોટલ બેઠક: 119

* આંકડા 03:15 વાગ્યા સુધીના

તેલંગાણામાં કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદ માટે કોણ કોણ છે દાવેદાર ?

  • મુખ્યમંત્રી પદ માટે ચાર મોટા ચહેરા

મુખ્યમંત્રીપદના દાવેદારોને સમજતા પહેલા તેલંગાણાના જાતિ સમીકરણને જાણવું જરૂરી છે. અહીંની રાજકીય ધરી રેડ્ડી અને દલિત-આદિવાસી સમુદાયોની આસપાસ ફરે છે. રાજ્યની વસ્તીના 15 ટકા દલિતો, આદિવાસીઓ નવ ટકા અને સામાજિક રીતે વર્ચસ્વ ધરાવતા રેડ્ડીની વસ્તી સાત ટકા હોવાનો અંદાજ છે.

કોંગ્રેસ માટે મુખ્યમંત્રી પદની રેસમાં અનેક ચહેરા હોવાની ચર્ચા છે. તેમાં રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ રેવન્ત રેડ્ડી, સાંસદો કેપ્ટન એન ઉત્તમકુમાર રેડ્ડી અને કોમાતિરેડ્ડી વેંકટા રેડ્ડી અને ખમ્મમ જિલ્લાના ત્રણ વખત ધારાસભ્ય મલ્લુ ભટ્ટી વિક્રમાર્કાનો સમાવેશ થાય છે. આ ચાર ઉમેદવારો મેદાનમાં છે, ત્રણ રેડ્ડીઝ અને દલિત નેતા ભટ્ટી, કોંગ્રેસ માટે પુષ્કળ વિકલ્પો છે. જો કે, પાર્ટી નેતૃત્વ ઘણી વખત દલિત નેતાને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે રજૂ કરવાનો સંકેત આપી ચૂકી છે.

આ પણ વાંચો: તેલંગાણામાં કોંગ્રેસની નિશ્ચિત જીત, ચૂંટાયેલા નેતાઓની મીટિંગની તૈયારી

Back to top button