ભારતનું એક એવું ગામ જ્યાં આખા ગામે લીધા નેત્રદાન કરવાના શપથ, અત્યાર સુધીમાં 70 લોકો કરી ચુક્યા છે ડોનેટ

તેલંગાણા, 16 ફેબ્રુઆરી 2025: લોકોના નેત્રદાનના સમાચાર તો બહુ સાંભળ્યા હશે. પણ શું તમે ક્યારેય આખા ગામ દ્વારા નેત્રદાન કરવાના શપથ લીધા હોય તેવું સાંભળ્યું છે. કંઈક આવું જ તેલંગાણાના એક ગામમાં થયું છે. જેનું નામ છે મુછેરલા. તેલંગાણાના હનુમાનકોંડા જિલ્લામાં 500 લોકો રહે છે. આ તમામ લોકો મૃત્યુ બાદ પોતાની આંખ દાનમાં આપવાના શપથ લીધા છે. છેલ્લા કેટલાક વર્ષમાં 70 લોકો પોતાની આંખો દાન કરી ચુક્યા છે. હાલમાં જ રાજ્યપાલે આ ગામને એક્સીલેંસ ઈન આઈ ડોનેશન એવોર્ડ આપ્યો છે. ત્યાર બાદ આ ગામ ચર્ચામાં આવ્યું છે.
આ ગામમાં રહેતા મંડાલા રવિંદર સિંચાઈ વિભાગમાં વિડિઝનલ એન્જીનિયર છે. તેમણે જણાવ્યું છે કે એક દાયકા પહેલા તેમણે પોતાની માતાની આંખો દાનમાં આપવાની જાહેરાત કરી હતી. ટાઈમ્સ ઓફ ઈંડિયામાં જણાવ્યા અનુસાર, રવિંદરે જણાવ્યું કે, મારુ માનવું છે કે, મોત બાદ અંગ ખરાબ ન થવા જોઈએ્.મેં 2019માં મારા પિતાના અંગો દાન કર્યા હતા. મેં ખુદ પણ અંગદાન કરવાના શપથ લીધા છે. તેમણે કહ્યું કે, બીજા લોકોને પણ તેના માટે ઉત્સાહિત કરતો રહું છું. મને આશા છે કે તેનાથી ઘણા લોકોની મદદ થશે અને એક સકારાત્મક બદલાવ આવશે.
આખા ગામનો સહયોગ
રવિંદરને ગામના અન્ય લોકોનો પણ સહયોગ મળ્યો છે. ગામના મલ્લા રેડ્ડીએ જણાવ્યું કે જો પરિવારમાં કોઈનું નિધન થઈ જાય તો અમે તેના વિશે રવિંદર સરને જાણકારી આપી છીએ. ત્યાર બાદ તેઓ ડોક્ટર્સનો સંપર્ક કરે છે અને ડોક્ટર્સ ત્યાર બાદની પ્રક્રિયા પુરી કરે છે. પરિવાર આ મામલામાં સક્રિયતાથી ભાગ લે છે. આ પહેલ તેમને એકજૂટ બનાવી રાખે છે. તેમને ખબર છે કે મર્યા બાદ પણ તેઓ કોઈક ને જિંદગી આપી રહ્યા છે.
આવી રીતે થઈ શરુઆત
તેલંગાણાના આ ગામમાં નેત્રદાનની શરુઆત કેટલાય વર્ષો પહેલા થઈ હતી. ત્યારે ગામના અમુક લોકોએ નેત્રદાન કરવાનો સંકલ્પ લીધો હતો. જોતજોતામાં આ અભિયાન બની ગયું. મુછેરલા ગામમાં આ અભિયાનની અસર બીજા ગામોમાં પણ જોવા મળી. એલપી પ્રસાદ આઈ ઈંસ્ટીટ્યૂટમાં 20 લોકોએ નેત્રદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મેડિકલ પ્રોફેશનલ સતત ગામમાં પહોંચી રહ્યું છે અને લોકોને નેત્રદાન કરવા માટે જાગૃત કરી રહ્યા છે.
મુછેરલામાં તેના માટે એક સિસ્ટમ બનાવી છે. તેમાં નેત્રદાનના શપથ લેનારાની જાણકારી છે. સાથે જ હનુમાનકોંડા જિલ્લાની હોસ્પિટલ સાથે પણ તાલમેલ બનાવ્યો છે. જેથી જરુર પડતા તરત રિસ્પોન્સ મળે. ગામની મહિલા સુજાતા કહે છે કે, મેં મારી માની આંખો દાન કરી છે અને મને તેના પર ગર્વ છે. તેમણે કહ્યું કે, અમારા સમુદાયે અંગદાનનું એક મોડલ બનાવવાના શપથ લીધા છે.