ટોપ ન્યૂઝનેશનલ

ભાજપ પ્રવક્તા તેજિંદર બગ્ગાની પંજાબ પોલીસે કરી ધરપકડ, ભાજપના નેતાઓ ભડક્યા

Text To Speech

તેજિંદર બગ્ગાની પંજાબ પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ મોહાલી પોલીસે તેજિંદર વિરૂદ્ધ સાઈબર સેલમાં કેસ દાખલ કર્યો હતો, આ મામલે હવે તેમની ધરપકડ થઈ છે. ત્યારે આ મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે. ભાજપના નેતાઓએ પંજાબની ભગવંત માન સરકારને ઘેરી છે.

તેજિંદર પાલસિંહ બગ્ગા પર આરોપ છે કે તેમને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને સમાજને ધર્મ તેમજ જાતિના આધારે વહેંચવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપના નેતાઓમાં રોષ
ભાજપના નેતા કપિલ મિશ્રાએ દાવો કર્યો કે તેજિંદર બગ્ગાને પંજાબ પોલીસના 50 જવાન ઘરેથી પકડીને લઈ ગયા. તો દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે આ ઘણી જ શરમજનક વાત છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબમાં તેમની પાર્ટીને મળેલી સત્તાનો રાજકીય દુરુપયોગ રાજકીય વિરોધીઓને ડરાવવા-ધમકાવવા માટે શરૂ કર્યો છે. દિલ્હીનો દરેક નાગરિક સંકટના આ સમયમાં તેજેન્દ્ર પાલસિંહ બગ્ગાના પરિવાર સાથે છે.

તો આમઆદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાને ભાજપને લુચ્ચા લફંગાની પાર્ટી ગણાવી છે. તેમને કહ્યું કે તેજિંદર બગ્ગાને પંજાબ પોલીસે ધરપકડ કરી છે. બાલિયાને દાવો કર્યો કે બગ્ગાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જીવવા નહીં દે તેવી ધમકી આપી હતી.

શું છે મામલો?
તેજિંદર બગ્ગાની પંજાબ પોલીસે ધરપકડ કરી છે. એવો દાવો ભાજપના નેતા કપિલ મિશ્રાનો છે. કપિલ મિશ્રાના જણાવ્યા મુજબ તેજિંદર બગ્ગાને પંજાબ પોલીસના 50 જવાન ઘરેથી ઉપાડીને લઈ ગયા છે.

બગ્ગા વિરૂદ્ધ ગુનાકિય મામલો આપના નેતા ડોકટર સની સિંહની ફરિયાદના આધારે સામે આવ્યો હતો. મામલો નોંધાયા બાદ પંજાબ પોલીસે તેજિંદર બગ્ગાની શોધખોળ કરી રહી હતી. પંજાબ પોલીસ બગ્ગાની તપાસમાં પહેલા પણ દિલ્હી આવી હતી, પરંતુ ત્યારે જવાનોને ખાલી હાથ પાછા ફરવું પડ્યું હતું.

તેજિંદર બગ્ગાએ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને લઈને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ટિપ્પણી પછી તેમના પર નિશાન સાધ્યું હતું. બગ્ગાએ CM કેજરીવાલને કાશ્મીરી પંડિતના વિરોધ ગણાવ્યા હતા. જે બાદ બગ્ગા વિરૂદ્ધ પંજાબમાં FIR નોંધાઈ હતી.

Back to top button