જીતનરામ માંઝીના આરોપો પર તેજસ્વી યાદવે આપ્યો વળતો જવાબ, જાણો સમગ્ર મામલો
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાન આવામ મોરચાના નેતા જીતન રામ માંઝીના આરોપો પર પ્રતિક્રિયા આપી છે.
અમે તેમનું સન્માન કરતા હતા અને કરીએ જ છીએ: તેજસ્વી યાદવ
તેજસ્વી યાદવે કહ્યું, “અમે સાંભળ્યું નથી કે તેમણે શું કહ્યું છે. તે મોટા છે, તેઓ કંઈ પણ કહી શકે છે. અમે તેમનું સન્માન કરતા હતા અને કરીએ જ છીએ. જો યોગ્ય દ્રષ્ટીકોણથી જોવામાં આવે તો બધું સ્પષ્ટ થઈ જશે કે કેટલું કામ થઈ રહ્યું છે. તમે જોશો કે દરેક ક્ષેત્રમાં દરેક વિષય પર કામ થઈ રહ્યું છે.”
મહત્વનું છે કે જીતનરામ માંઝીએ સત્તાધારી ગઠબંધન પર આરોપ લગાવ્યો હતો કે સરકારમાં કોઈ કામ થઈ રહ્યું નથી.
જનહિત સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં: જીતન રામ માંઝી
જીતન રામ માંઝીએ બુધવારે પટનામાં કહ્યું કે, “અમે તેમને આટલા દિવસો સુધી જોયા, પારખ્યા અને પછી નક્કી કર્યું કે હવે આપણે તેમને છોડી દેવા પડશે. આ જનતાનો અવાજ હતો. અમે અમારી વાત નીતિશ કુમારને કહી, તેમણે કહ્યું પાર્ટીમાં આવી જાવ અથવા બહાર જાઓ” ચાહે લલન સિંહ હોય, તેજસ્વી યાદવ હોય કે પછી નીતીશ કુમાર હોય, મને કોઈની સાથે કોઈ અંગત સમસ્યા નથી, પરંતુ જનહિત સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.”
જીતન રામ માંઝીના પુત્રએ આપ્યુ રાજીનામુ
મંગળવારે જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમને નીતિશ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓ બિહાર સરકારમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ બાબતોના મંત્રી હતા. રાજીનામું આપ્યા બાદ સંતોષ સુમને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, તેમણે પોતાની પાર્ટીનું અસ્તિત્વ બચાવવા માટે આ નિર્ણય લીધો છે.
શું કહ્યુ જીતન રામ માંઝીના પુત્રએ?
તેમણે કહ્યુ, “અમારી પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં હતું. અમને અમારી પાર્ટીને JDU સાથે વિલીનીકરણ કરવાનો પ્રસ્તાવ મળી રહ્યો હતો. અમે તે પ્રસ્તાવને ફગાવી દીધો. અમે અગાઉ પણ કહ્યું છે કે અમારી વિચારધારા મહાગઠબંધનની વિચારધારા છે. અમારા નેતા જીતન રામ માંઝીએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી અમને રાખવામાં આવશે, અમે મહાગઠબંધનની સાથે છીએ.”
જીતનરામ માંઝી નીતિશ સરકારથી નારાજ છે
માનવામાં આવે છે કે જીતનરામ માંઝી નીતિશ સરકારથી નારાજ છે. અગાઉ 23 જૂને પટનામાં મહાગઠબંધનની બેઠક માટે જીતન રામ માંઝીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. 23 જૂનની આ બેઠક પહેલા તેને બિહારના મહાગઠબંધનમાં મોટી તિરાડ તરીકે જોવામાં આવી રહી છે. બિહારના જીતનરામ માંઝી એનડીએમાં જોડાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.
આ પણ વાંચો: કોઈ સવાલ પૂછે તો BJP વાળા તેને દેશદ્રોહી બનાવી દે છેઃ Ashok Gehlot