અમદાવાદગુજરાતનેશનલ

તેજસ્વી યાદવ માનહાનિ કેસ : ગુજરાતના સ્થાપના દિન અને ગુજરાતીને ‘ઠગ’ કહેવાના કેસની આજે સુનાવણી

  • આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં બપોરે 3.30 કલાકે સુનાવણી
  • તેજસ્વી યાદવે મીડિયા કોન્ફરન્સમાં ગુજરાતીને ‘ઠગી’ કહ્યા હતા
  • અમદાવાદના હરેશ મહેતાએ મેટ્રો કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો

આજે ગુજરાત સ્થાપના દિવસ છે અને ગુજરાતીનું અપમાન થાય તે કેમ ચાલે. આવા જ એક ગુજરાતી હરેશ મેહતાએ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ ઉપર ગુજરાતીને ‘ઠગ‘ કહી અપમાન કરતા ઇ. પી. સી કલમ 499 અને 500 મુજબ ગત બુધવારે અમદાવાદનઇ મેટ્રો કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેની આજે મેટ્રો કોર્ટ નંબર 19માં બપોરે 3.30 વાગ્યે સુનાવણી કરવામાં આવશે. અરજીમાં તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું હતું.

આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં સુનાવણી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બાદ હવે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અમદાવાદની મેટ્રો કોર્ટમાં ગુજરાતીઓને ‘ઠગ’ કહેતા કેસ નોંધાયેલ છે. આ મુદ્દે આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં બપોરે 3.30 વાગ્યે સુનાવણી થવાની છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં હેમંત મેહતાએ તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પોતાના નિવેદનમાં ગુજરાતીઓને ઠગ કહ્યા છે. આ મુદ્દે સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ મેટ્રો કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેની સુનાવણી આજે કરવામાં આવશે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી અને કેજરીવાલ બાદ હવે તેજસ્વી યાદવ પર મેટ્રો કોર્ટમા કેસ

આજે ગુજરાત સ્થાપના દિવસ

આજે ગુજરાત સ્થાપના દિવસ છે અને ગુજરાતીઓને ‘ઠગ’ કહેતા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ ઉપર કરવામાં આવેલા માનહાનિ કેસની સુનાવણી પણ આજે છે ત્યારે સૌ કોઇની નજર આજે આ કેસમાં શું સુનાવણી આપવામાં આવશે તેના પર છે. શું ગુજરાતીઓને ન્યાય મળશે કે પછી કેસમાં ભીનું સંકેલાય છે સુનાવણી પછી જ ખબર પડશે.

આ પણ વાંચો : જમીન – નોકરી કૌભાંડમાં દિલ્હી ખાતે આજે ED સમક્ષ બિહારના ડે. CM તેજસ્વી યાદવ થશે હાજર

તો જવાબદાર કોણ હશે?

વાસ્તવમાં, તેજસ્વી યાદવે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને લઈને મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, આજની પરિસ્થિતિમાં જોવામાં આવે તો દેશમાં માત્ર ગુજરાતી ઠગ છે અને તેમના ઠગને માફ કરવામાં આવે છે. જો LIC અને બેંકના પૈસા આપવામાં આવે અને તે લોકો તેને લઈને ભાગી જાય તો કોણ જવાબદાર રહેશે?

આ પણ વાંચો : માનહાનિના કેસ : રાહુલ ગાંધીની અરજી પર હાઈકોર્ટ 2 મેના રોજ સુનાવણી કરશે

કોર્ટમાં પુરાવા રજૂ કર્યા

કોર્ટમાં અરજી દાખલ કરનાર સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાના વકીલે કહ્યું હતું કે આ અરજીની સાથે પુરાવા તરીકે તેજસ્વી યાદવનું નિવેદન કોર્ટમાં પેન ડ્રાઈવમાં રજૂ કરવામાં આવ્યું છે જેમાં તેણે કહ્યું છે કે ગુજરાતીઓ જ ઠગ હોઇ શકે છે.

આ પણ વાંચો : ‘ફક્ત નરેન્દ્ર મોદી જ માનહાનિનો કેસ દાખલ કરી શકે છે’, રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં કરી દલીલ

અગાઉ રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવામાં આવી છે

તમને જણાવી દઈએ કે મોદી સરનેમને લઈને આપવામાં આવેલા નિવેદન પર કોર્ટ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કોર્ટે સજા ફટકારતા સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તેજસ્વી યાદવે ગુજરાતીઓ અંગે કરેલી ટિપ્પણી પર આજે કોર્ટ તરફથી સુનાવણીની રાહ જોવાઈ રહી છે.

આવી પરિસ્થિતિમાં શું આ કેસમાં રાહુલ ગાંધીની જેમ જ સજા કરવામાં આવશે? શું તેજસ્વી યાદવનું નાયબ મુખ્યમંત્રી પદ અને ધારાસભ્ય તરીકેનું પદ રદ કરવામાં આવશે? શું આ કેસમાં કોઈ ભીનું સંકેલવામા આવશે? આવા અનેક પ્રશ્નોના જવાબ માટે જોડાઈ રહો ‘હમ દેખેંગે ન્યૂઝ’ સાથે.

Back to top button