ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

તેજસ્વી યાદવ મધરાતે હોસ્પિટલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા, ડૉક્ટર ગાયબ-ગાર્ડ નિંદ્રામાં

  • DyCM તેજસ્વી યાદવે પણ પોતાના રાજ્યમાં રહેલી આરોગ્યની નબળી વ્યવસ્થા જોઈ
  • હોસ્પિટલમાં દવાનું કાઉન્ટર બંધ છે અને ડાયાલિસિસ સેન્ટરમાં કચરાના ઢગલા છે: તેજસ્વી યાદવ
  • આખી હોસ્પિટલ બીમાર છે: ગુસ્સે થયેલા DyCM તેજસ્વી યાદવ  

બિહાર, 12 જાન્યુઆરી : બિહારમાં હોસ્પિટલો અને વિવિધ સેવાઓની ખરાબ હાલત વિશે અવારનવાર અહેવાલો આવે છે. જો કે આ વખતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ આ નબળી વ્યવસ્થા જોઈ. હકીકતમાં, તેજસ્વી યાદવ આરોગ્ય તંત્રની સમીક્ષા કરવા અડધી રાત્રે વૈશાલી જિલ્લાના હાજીપુર ગામની સદર હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે, અહીં પહોંચ્યા બાદ તેજસ્વી યાદવ જે પરિસ્થિતિ જોઈ તેનાથી તે ખૂબ ગુસ્સે થઈ ગયા. ઉલ્લેખનીય છે કે, તેજસ્વી યાદવ રાજ્યના આરોગ્ય મંત્રાલયનો પણ હવાલો સંભાળી રહ્યા છે. તેજસ્વી યાદવે કહ્યું કે, “હોસ્પિટલમાં દવાનું કાઉન્ટર બંધ છે અને ડાયાલિસિસ સેન્ટરમાં કચરાના ઢગલા છે. સાથે જ હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી પર ઈમરજન્સી વોર્ડમાં માત્ર એક જ તબીબ જોવા મળ્યો હતો.”

 

નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે, “આપણે જે પણ નીતિ બનાવીએ છીએ, આપણે જે પૈસા ખર્ચીએ છીએ, તેનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં, લોકોને તેનો લાભ મળી રહ્યો છે કે નહીં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી તમે જાતે જઈને જોશો નહીં ત્યાં સુધી જાણી શકાશે નહીં. ઘણી વસ્તુઓમાં સુધારો થયો છે પરંતુ જે અભાવ છે તેને શોધીને ભરવાની જરૂર છે.”

 

ગાર્ડ ચાલુ ડયુટી પર સૂતો જોવા મળ્યો

હાજીપુરની સદર હોસ્પિટલ પહોંચેલા તેજસ્વી યાદવને પહેલા ગાર્ડ સૂતો જોવા મળ્યો. જે બાદ તેમણે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને બ્લેકલિસ્ટ કરવાનો અને સિક્યુરિટી ગાર્ડને હટાવવાનો આદેશ આપ્યો છે. તેજસ્વીએ સદર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડ, ડાયાલિસિસ સેન્ટર, પીકુ વોર્ડ, પુરુષ અને સ્ત્રી સર્જીકલ વોર્ડ, OT, એક્સ-રે રૂમ સહિત ઘણા વોર્ડનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે, “પટનામાં દર્દીઓનો ભાર ઘણો વધારે છે અને તેને રોકવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.”

દવાનું કાઉન્ટર બંધ અને કચરાના ઢગલા જોવા મળ્યા

હોસ્પિટલ પહોંચેલા DyCM તેજસ્વી યાદવે જોયું કે હોસ્પિટલમાં દવાનું કાઉન્ટર બંધ છે અને ડાયાલિસિસ સેન્ટરમાં કચરાના ઢગલા છે. સાથે જ હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી પર ઈમરજન્સી વોર્ડમાં માત્ર એક જ તબીબ જોવા મળ્યો હતો. હાજીપુર સદર હોસ્પિટલમાં 40થી 50 તબીબો તૈનાત છે. પરંતુ જ્યારે તેજસ્વી અહીં તપાસ માટે પહોંચ્યા તો આખી હોસ્પિટલમાં માત્ર ત્રણ ડૉક્ટર જ જોવા મળ્યા.

ડૉક્ટરને બોલાવવામાં આવ્યા

હોસ્પિટલની ખરાબ હાલત જોઈને DyCM તેજસ્વી યાદવે અધિકારીઓને જોરદાર ઠપકો આપ્યો હતો. તેમણે સોનપુરની રેફરલ હોસ્પિટલમાં પણ તપાસ કરી જ્યાં એક પણ ડોક્ટર મળ્યો ન હતો. ગુસ્સે ભરાયેલા તેજસ્વીએ ડૉક્ટરને ફોન કર્યો અને તેણે તેને કહ્યું કે, તે બીમાર હોવાથી હોસ્પિટલમાં ન આવે. તેના પર તેજસ્વીએ કહ્યું કે, અહીં તમારી આખી હોસ્પિટલ બીમાર છે.

આ પણ જુઓ :દિલ્હી: રાજ્યસભાની ત્રણેય બેઠક પર AAPના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયાં

Back to top button