અમદાવાદગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તીસ્તા સેતલવાડની વધી મુશ્કેલી ! હવે SIT કરશે તપાસ

Text To Speech

તીસ્તા સેતલવાડની મુશ્કેલીમાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. શનિવારે ધરપકડ બાદ હવે તીસ્તા સેતલવાડ વિરુદ્ધ નોંધાયેલા ગુનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા દ્વારા આ ચાર સભ્યોની SITની રચના કરવામાં આવી હતી, જે હવે સમગ્ર મામલાની તપાસ કરશે. ગુજરાતને બદનામ કરવાના કેસમાં SITની રચના કરાઈ છે. ATS DIG દીપેન ભદ્રનની અધ્યક્ષતામાં SIT તપાસ કરશે. DCP ક્રાઈમ ચૈતન્ય માંડલીકનો SITમાં સમાવેશ કરાયો છે. ASP બી.સી. સોલંકીનો પણ SIT માં સમાવેશ કરાયો છે. ખોટા દસ્તાવેજોના આધારે ષડયંત્ર મામલે SIT તપાસ કરશે. નોંધનીય છે કે, 2002ના રમખાણોનો મુદ્દો સળગતો રાખવાના આરોપમાં તિસ્તા સેતલવાડ ઉપરાંત પૂર્વ IPS આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે તવાઈ બોલાવવામાં આવી છે.

મહારાષ્ટ્રથી લાવ્યા બાદ સવારે 6 વાગે તિસ્તા સેતલવાડને ગુજરાત ATSએ ક્રાઈમ બ્રાન્ચને હવાલે કરી હતી. તિસ્તા સેતલવાડની ક્રાઈમ બ્રાન્ચે વહેલી સવારે ધરપકડ કરી હતી. કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તિસ્તા સેતલવાડને આજે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતા. જેમાં તિસ્તા સેતલવાડ પૂછપરછમાં સહયોગ આપતા ન હોવાથી ક્રાઈમ બ્રાન્ચે તેમના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

ગુજરાત રમખાણો સંબંધિત કેસ
જાફરીના પતિ એહસાન જાફરી, જે કોંગ્રેસના નેતા હતા, 2002ના ગુજરાત રમખાણો દરમિયાન માર્યા ગયા હતા. સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દેતાં અને ગુજરાત રમખાણો અંગેનો ચુકાદો યથાવત રાખ્યા બાદ મામલો ફરી ગરમાયો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2022ના ગુજરાત રમખાણોમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ક્લીનચીટને યથાવત રાખી હતી.

કોર્ટે સેતલવાડનો ઉલ્લેખ કર્યો હતો
કોર્ટે કહ્યું હતું કે ઝાકિયા જાફરીની અરજીમાં કોઈ યોગ્યતા નથી. કોર્ટે એસઆઈટીના રિપોર્ટને સ્વીકારતા ગુજરાત મેજિસ્ટ્રેટના 2012ના આદેશને યથાવત રાખ્યો હતો. ઉપરાંત, સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં સહ-અરજીકર્તા સેતલવાડે ઝાકિયા જાફરીની લાગણીનું શોષણ કર્યું છે. કોર્ટના નિર્ણય બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તીસ્તા સેતલવાડ, પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને પૂર્વ આઈપીએસ આરબી શ્રીકુમાર સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તિસ્તા અને શ્રીકુમારને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા જ્યારે સંજીવ ભટ્ટ પહેલેથી જ જેલમાં છે. પૂર્વ IPS આરબી શ્રીકુમારની ગાંધીનગરમાંથી અટકાયત કરવામાં આવી હતી.

Back to top button