ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બ્રેકિંગ ન્યૂઝઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ, જાણો વિગતો

Text To Speech

ઝારખંડ, 15 નવેમ્બર, 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેમણે દેવધર એરપોર્ટ પર જ રોકાઈ જવું પડ્યું હતું. વિમાનમાં ખામી સર્જાવાને કારણે તેમને દિલ્હી પરત આવવામાં વિલંબ થઈ ગયો હતો. વડાપ્રધાન આજે ઝારખંડ-બિહારની સરહદે જુમઈ ખાતે પહોંચ્યા હતા ત્યાંથી તેમણે દેવધર વિમાન મથકે પરત આવવાનું હતું. તેઓ વિમાન મથકે આવી પહોંચ્યા પછી વિમાનમાં ખામી સર્જાતાં તેઓ ત્યાં જ થોડો સમય રોકાઈ ગયા હતા.

પીએમ મોદી આદિવાસી મહાનાયક ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે બિહારના જમુઈ પહોંચ્યા હતા. ત્યાં તેમણે 6,000 કરોડ રૂપિયા કરતાં વધુ કિંમતની યોજનાઓનું લોકાર્પણ તથા શિલાન્યાસ કર્યા હતા. તેમણે જમુઈથી દૂર અંતરિયાળ ગામમાં આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આદિવાસી મહાનાયક બિરસા મુંડાના જન્મદિવસને 2021થી જનજાતિ ગૌરવ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે.

મળતા અહેવાલ મુજબ, પીએમને લેવા માટે દિલ્હીથી બીજું વિમાન દેવધર મોકલવામાં આવી રહ્યું છે. 

આ અગાઉ આજે જ વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઝારખંડના ગોડ્ડામાં રોકવામાં આવ્યું હતું. એટીએસ દ્વારા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને થોડા સમય માટે ઉડ્ડયનની મંજૂરી આપવામાં આવી નહોતી. આ અંગે કોંગ્રેસે ભાજપ ઉપર આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે કહ્યું કે, રાહુલ ગાંધી પ્રચાર ન કરી શકે એ માટે સરકાર દ્વારા કાવતરું કરીને તેમના હેલિકોપ્ટરને રોકવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ઝારખંડના ગોડ્ડામાં ફસાયા રાહુલ ગાંધી! હેલિકોપ્ટરને ટેકઓફ કરતા રોકવામાં આવ્યું, જાણો કારણ

Back to top button